શનિવારના રોજ આકાશમાં એક પ્રકાશિત ઉલ્કા દેખાઈ હતી. જેનાહી સૌં કોઈ રોમાંચિત થઇ ઉઠ્યા છે. આકાશમાં દેખાયેલી ઉલ્કા ફાયર બોલ જેવી લાગતી હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી છે. કચ્છમાં સફેદ રણમાં ચાલી રહેલા રણ ઉત્સવમાં આવેલા ગાંધીધામના પારેખ પરિવારને ખગોળવિદ નરેન્દ્ર ગોર આકાશ દર્શન કરાવી રહ્યા હતા ત્યારે અચાનક આકાશમાં ફાયરબોલ દેખાતા સૌ કોઈ લોકો આશ્ચર્યચકીત થયા હતા. કચ્છના સફેદ રણમાં ઊભી કરેલી ટેન્ટ સિટીના CCTV કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે.
#kutch #CCTV #fireball #Khabargujarat #Videonews
કચ્છના સફેદ રણમાં આકાશમાં ફાયરબોલ દેખાતા સૌ કોઈ આશ્ચર્યચકિત
29મી જાન્યુઆરીએ 7:57 વાગ્યે કચ્છના રણ ઉત્સવના CCTVમાં એક ખગોળીય ઘટના કેદ થઈ હતી. pic.twitter.com/BbplR97NiK
— Khabar Gujarat (@khabargujarat) January 31, 2022
ઉલ્કા ખૂબ ઊંચે અને પ્રકાશિત હોવાથી ફક્ત કચ્છના રણમાં નહીં પણ આસપાસના 300 થી 400 કિલોમીટરના પરિઘમાં લોકોએ નિહાળી હતી. ગોળશાસ્ત્રીઓને કોઈ પૂર્વ અનુમાન ન હોવાથી તેઓ પણ રોમાંચિત થઇ ઉઠ્યા હતા. 29મી જાન્યુઆરીએ 7:57 વાગ્યે આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી.