લાલપુર તાલુકાના નવાગામની સીમમાં આવેલા ખાનગી કંપનીના યાર્ડની દિવાલમાં લગાડેલા પતરાને ખસેડીને અંદર પ્રવેશ કરી કોપરના કેબલ વાયરની ચોરી કરતા એક શખ્સને પોલીસે ઝડપી લઈ નાશી ગયેલા શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના નવાગામની સીમમાં આવેલા ખાનગી કંપનીના 75 એકર યાર્ડની દિવાલમાં આડશ માટે મારેલા પતરા ખસેડી અંદર પ્રવેશ કરી કોપર કેબલ વાયરની ચોરી કરાતી હતી. આ ચોરીની કલેપપ્પુ વીરા વેંકટા રમના રાવ દ્વારા જાણ કરાતા હેકો વી.સી.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ કરણ કનુભાઈ ઉર્ફે ખનુભાઈ સોલંકી નામના શખ્સની અટકાયત કરી તેની પાસેથી રૂા.22,640 ની કિંમતના ચોરી કરેલ કોપર કેબલ વાયર 80 મીટર કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ચોરીમાં વિઠ્ઠલ કનુ ઉર્ફે ખનુ સોલંકી નામના શખ્સની સંડોવણી હોવાની કેફીયત આપતા પોલીસે શખ્સની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.