Monday, September 16, 2024
Homeરાજ્યજામનગરધોળે દિવસે પોણા ત્રણ કલાક દરમિયાનમાં ફલેટમાંથી લાખોના દાગીનાની ચોરી

ધોળે દિવસે પોણા ત્રણ કલાક દરમિયાનમાં ફલેટમાંથી લાખોના દાગીનાની ચોરી

ઉત્તરપ્રદેશના યુવાનના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂા.3,45,000 ના 95 ગ્રામ સોનાના દાગીનાની ચોરી : દિનદહાડે ફલેટમાં ચોરીથી શહેરીજનોમાં ફફડાટ : પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી

- Advertisement -

જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં પાંચમા માળે રહેતાં અને નોકરી કરતા યુવાનના પોણા ત્રણ કલાક બંધ રહેલા ફલેટમાંથી ધોળે દિવસે તસ્કરોએ ફલેટમાં પ્રવેશી તિજોરીના ખાનામાંથી રૂા.3,45,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતા.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના કલ્યાણપુરના આંબેેડકરપુરમનો વતની અને હાલ જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલી અપૂર્વા રેસી.માં ફલેટ નંબર 501 માં રહેતો આશુતોષસીંહ શ્રીકૃષ્ણ કુશ્વાહ (ઉ.વ.42) નામના યુવાનનો ફલેટ ગત તા.4ના રોજ સવારે 10 થી 12:45 વાગ્યા સુધીના પોણા ત્રણ કલાક બંધ હતો ત્યારે તસ્કરોએ મકાનની બાલ્કનીની દરવાજો ખોલી અંદર રૂમમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલી તીજોરી ખોલી તેમાં રહેલા રૂા.3.45 લાખના 95 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતાં બનાવની જાણ કરાતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular