Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં એક મહિનાની બ્રેક પછી ફરીથી વીજ ચેકિંગ, 25.85 લાખની વિજચોરી...

જામનગર શહેરમાં એક મહિનાની બ્રેક પછી ફરીથી વીજ ચેકિંગ, 25.85 લાખની વિજચોરી ઝડપાઇ

- Advertisement -

જામનગર શહેરમાં વીજ તંત્રની એક મહિનાની બ્રેક પછી આજે સવારે ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને શહેરના દિગવિજય પ્લોટ સહિતના વિસ્તારો, ઉપરાંત જામનગર નજીકના દરેડ, કનસુમરા અને મસીતીયા વિસ્તારમાં પણ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેના માટે છત્રીસ ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી હતી. આ ટીમો દ્વારા કુલ 485 વીજ જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 84 વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ 28.85 લાખના વિજબીલ ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા એક મહિનાના વિરામ પછી આજે ખંભાળિયા ગેટ સબ ડિવિઝન, જામનગર રૂરલ સબ ડિવિઝન, જીઆઇડીસી સબ ડિવિઝન, તેમજ સીટી -2 ડિવિઝન હેઠળ ની 36 જેટલી વિચ ચેકિંગ ટુકડીઓને આજે પૂન: વીજ ચેકિંગની કાર્યવાહી માટે ઉતારવામાં આવી છે. જેના માટે એસઆરપીના 12 જવાનો, ઉપરાંત 17 લોકલ પોલીસ, 08 નિવૃત આર્મીમેન, અને ત્રણ વિડીયોગ્રાફરોની મદદ લેવામાં આવી રહી છે.

જામનગર શહેરના 49 દિગ્વિજય પ્લોટ, જેલ રોડ, હનુમાન ટેકરી, વિશ્રામ વાડી, 58 દિગ્વિજય પ્લોટ, ઉપરાંત આસપાસના દરેડ જીઆઇડીસી વિસ્તાર, કનસુમરા અને મસીતીયા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 485 વીજ જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 84 વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ 28.85 લાખના વિજબીલ ફટકારવામાં આવ્યા હતાં. જેને લઈને વિજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular