ખંભાળિયા શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તે રઝળતા કૂતરાઓનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને વાહનો પર જતા લોકોની પાછળ પડી, આવા કુતરાઓ આતંક મચાવે છે.
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શેરીના કુતરાઓએ આતંક મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે. અહીંના હાઉસિંગ બોર્ડના રહેણાંક વિસ્તારમાં શેરીઓમાં રમતા બાળકો આવા રખડું કૂતરાના બચકાનો ભોગ બન્યા હતા. આ વિસ્તારના ત્રણ જેટલા બાળકોને શેરીના રખડું કુતરાઓએ બચકા ભરી લેતા આ બાળકોને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા બાળકોને ટાંકા લઈ અને સારવાર આપવામાં આવી હતી. શેરીના રખડું કુતરાઓના આતંકને કાબુમાં લઈ અને તંત્ર દ્વારા તાકીદે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ નગરજનોમાંથી ઉઠી રહી છે.