Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચોમાસામાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર ફાયર શાખાની ટીમ સજ્જ - VIDEO

ચોમાસામાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર ફાયર શાખાની ટીમ સજ્જ – VIDEO

બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો તૈયાર : નદી-નાળા જેવા સ્થળોએ ન્હાવાનું જોખમ ન કરવા પણ લોકોને અપીલ

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ચૂકયુ છે અને વરસાદની સીઝનમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા જામ્યુકો ફાયરશાખાની ટીમ સજ્જ થઈ ચૂકી છે અને લોકોને આવા સમયે નદી-નાળા, તળાવ, ડેમ જેવા સ્થળોએ ન ન્હાવા અપીલ કરવામાં આવી છે તથા આકસ્મિક સમયે ફાયર શાખાનો સંપર્ક કરવા પણ કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને જામનગર શહેર-જિલ્લામાં મેઘરાજાનું આગમન પણ થઈ ચૂકયું છે ત્યારે ચોમાસાની સીઝનના આરંભ સાથે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદીની સૂચના અને ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની ટીમ સજ્જ થઈ ચૂકી છે. ડે. ફાયર ઓફિસર સી.એસ. પાંડયનએ જણાવ્યું હતું કે, જામનગર ફાયર શાખા ચાર બોટ, લાઈફ જેકેટ, રસ્સા સહિતની સામગ્રી સાથે અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સજ્જ છે અને ચોમાસાની સીઝનમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા ટીમ તૈયાર છે તેમજ શહેરીજનોને પણ નદી-નાળા, ડેમ-તળાવ જેવા જોખમી સ્થળોએ ન્હાવાનું જોખમ ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આકસ્મિક ઘટનામાં જામ્યુકો ફાયર શાખાના નંબર 0288-2672208 તથા 99090 11502 નો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular