સ્વિગીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક એવી ઈમોશનલ પોસ્ટ શેર કરી છે, જે જોઈને સૌ કોઈ લોકો ડિલીવરી બોયની પ્રશંશા કરી રહ્યા છે.વાસ્તવમાં સ્વિગીના ડિલિવરી બોય મૃણાલ કિર્દતે રિટાયર્ડ કર્નલ મન મોહન મલિકનો જીવ બચાવ્યો હતો.
ગત 25 ડિસેમ્બરના રોજ રિટાયર્ડ કર્નલ મનમોહન માલિકની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેનો પુત્ર તેને સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઇને જઈ રહ્યો હતો. રસ્તામાં ભારે ટ્રાફિક જામ હતો. આવી સ્થિતિમાં તે કારમાં ફસાઈ ગયો હતો, પિતા-પુત્ર માટે ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. આ પછી મનમોહનના પુત્રએ કેટલાક ટુ-વ્હીલર ચાલકોને આગળથી કેટલાક વાહનો હટાવવા માટે મદદ કરવા વિનંતી કરી જેથી તે જલ્દી હોસ્પિટલ પહોંચી શકે. પણ કોઈ રોકાયું નહીં. કોઈએ મદદ કરી નહીં. ત્યારબાદ મૃણાલ ત્યાં સ્થળ પર પહોંચી અને તેને વહેલી તકે હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યો.
મૃણાલે ટ્રાફિકમાં અટવાયેલા અન્ય લોકોને પણ તેમના માટે રસ્તો આપવા વિનંતી કરી. આ હતી જેઓ તેમની કાર હટાવી રહ્યા ન હતા તેમના પર મૃણાલે બૂમો પાડી પરંતુ, તેણે નિવૃત્ત કર્નલની કારનો માટે રસ્તો કરાવી આપ્યો. અને બાદમાં તેઓ હોસ્પિટલ પહોચી શક્યા.
ઘણા અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ હવે રિટાયર્ડ કર્નલ મનમોહન માંલિકની તબિયત સારી છે. તેણે મૃણાલ સહિત અન્ય ઘણા ‘ગુમનામ ડિલિવરી હીરો’ની પણ પ્રશંસા કરી છે. સ્વિગીએ આ વાયરલ સ્ટોરીને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ સ્ટોરી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. સાથે જ લોકો મૃણાલના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.