સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને રાઇટ ટુ રિજેક્ટની માંગણી પર નોટિસ ફટકારી છે. આ અરજી સુપ્રીમ કોર્ટમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી માટે સુપ્રિમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે.
કોર્ટે કહ્યું કે જો કોઈ સીટ પર નોટા માટે વધુ મતો હોય, તો ચૂંટણી રદ થવી જોઈએ અને નવા મત હોવા જોઈએ. આ સંદર્ભે કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશો માંગતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં કોઇપણ મતદારને એક પણ ઉમેદવાર પસંદ ન હોય તો મતદાર નોટાનું બટન દબાવી પોતાની લાગણી વ્યકત કરી શકે છે.આ મુદ્દે ભાજપાના એક નેતાએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરતાં અદાલતે આ અરજીની સુનાવણી કરવા હાલ તૈયારી દેખાડી છે. આ ઉપરાંત નોટા બાબતે પણ સુપ્રિમ કોર્ટ મતદાતાઓને આ અરજી દાખલ થઇ ત્યારે માર્ગદર્શન આપી રહી છે. એવું આજની અદાલતી કાર્યવાહીમાં જોવા મળ્યું છે.