સુપ્રિમ કોર્ટે શુક્રવારે એક વધુ ઇતિહાસ રચ્યો હતો. સુપ્રિમ કોર્ટની એક બેન્ચે 11 કલાક સુનાવણી કરી તેની સાથે વિલંબિત બધા 75 કેસમાં આદેશ પસાર કર્યા હતા. આ બેન્ચ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને હિમા કોહલીની હતી. આ બેન્ચ સવારે 10 વાગ્યાથી રાત્રે 9.17 વાગ્યા સુધી ચાલી હતી. સુનાવણી રાત્રી સુધી કરવાનું કોઇ આકસ્મિક કારણ પણ નહોતું, શનિવારથી કોર્ટમાં દશેરાની રજાઓ, મીની વેકેશન શરૂ થઇ રહ્યું છે એટલે જે કેસો યાદીમાં આવી ગયા હતા તેનું નિવારણ કરવાનું બેન્ચે જરૂરી સમજયું હતું. કોર્ટે શુક્રવારે લાંબા સમય સુધી રેકોર્ડ બ્રેક સમય સુધી સુનાવણી કર્યા બાદ વકીલો અને સ્ટાફને ધન્યવાદ આપ્યા હત અને દશેરાની શુભકામના પાઠવી હતી. સામાન્ય રીતે કોર્ટનો કામકાજનો સમય સવારે 10.30 થી બપોરે 4 વાગ્યા સુધીનો હોય છે. આ તકે જસ્ટીસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે સ્ટે એવા કેસમાં મળશે જયારે કોઇને કોરોના થઇ ગયો હોય કે કોઇના પરિવારમાં કોઇનું નિધન થઇ ગયું હોય, જસ્ટીસ ચંદ્રચૂડનું માનવું છે કે કોર્ટનો સમય વધુ કિંમતી છે અને વકીલોએ આ વાત સમજવી પડશે.