રાંધણગેસ પરની સરકારી સબસિડીનો લાભ માત્ર ગરીબ મહિલાઓને અને ધાન મંત્રી ઉજ્જવલા યોજના’ હેઠળ નિ:શુલ્ક જાડાણ મેળવનારા લોકોને જ મળશે. આ સિવાયના રોંધણગેસના ઘરેલુ વપરાશકારોએ બજારના ભાવે જ સિલિન્ડર ખરીદવા પડશે. સબસિડીના લાભાર્થીઓની સંખ્યા અંદાજે નવ કરોડ છે. ઓઇલ સેક્રેટરી પંકજ જૈને પત્રકારોને જણાવ્યું હતું કે રાંધણગેસ પર 2020ના જૂનથી સબસિડી નથી અપાઇ અને હાલમાં કેન્દ્રના નાણાં ધાન નિર્મલા સીતારમણે 21 માર્ચે ગરીબો માટે જાહેર કરેલી સબસિડી જ અપાય છે. નિર્મલા સીતારમણે પેટ્રોલની આબકારી જકાતમાં લિટરદીઠ રૂપિયા આઠ અને ડીઝલમાં રૂપિયા છનો કાપ મૂકવાની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે ધાન મંત્રી ઉજ્જવલા સ્કીમ હેઠળ નિ:શુલ્ક જાડાણ મેળવનારા લોકોને વાર્ષિક 12 ગેસ સિલિન્ડર પર ગેસની કોઠી દીઠ રૂપિયા 200ની સબસિડી અપાશે.દેશની રાજધાનીમાં 14.2 કિલોગ્રામના રાંધણગેસના સિલિન્ડરનો ભાવ રૂપિયા 1,003 છે અને ધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નિ:શુલ્ક જાડાણ મેળવનારા લોકોને મળનારી સિલિન્ડર-દીઠ રૂપિયા 200ની સબસિડી સીધી બેન્ક ખાતામોં જમા થશે એટલે તેઓને સિલિન્ડર રૂપિયા 803માં પડશે.