જામનગર સહિત રાજ્યભરમાં રેસિડેન્ટ ડોકટરો ઉપર કામનું ભારણ વધતાં સરકારી કોલેજોમાં રેસિડન્ટ ડોકટરોએ આંદોલનનું રણશીંગુ ફૂંકી વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. જેમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી મળતાં રેસિડેન્ટ તબીબોએ હડતાલ સમેટી હતી.
સરકાર દ્વારા નીટ પીજીની પરીક્ષામાં વિલંબથી મેડિકલ કોલેજમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતાં રેસિડન્ટ ડોકટરો પર કામનું ભારણ વધતાં જામનગર સહિત રાજ્યભરમાં મેડિકલ કોલેજોમાં રેસિડન્ટ તબીબોએ આંદોલનો કરી વિરોધ પ્રદર્શન કર્યા હતાં. જેમાં રેસિડન્ટ તબીબોની સમસ્યા અંગે ઉકેલની ખાતરી મળતાં રેસિડન્ટ તબીબોએ હડતાલ સમેટી હતી.