Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsશેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી ધ્યાન યથાવત્...!!

શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી ધ્યાન યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

ચાઈનામાં કોવિડના નવા કેસોને લઈ ફરી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ચિંતા ઊભી થવા સાથે વૈશ્વિક આર્થિક મંદીની ચિંતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત મોંઘવારી – ફુગાવાને અંકુશમાં લેવાની વિશ્વની કવાયતમાં સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરમાં કરેલા આક્રમક વધારાના પરિણામે ક્રુડ ઓઈલ, મેટલ્સ સહિતની કોમોડિટીઝના ભાવો જૂનની ટોચથી ૨૦% જેટલા તૂટતાં ફુગાવો અંકુશમાં આવતા કોર્પોરેટ વિશ્વની ચિંતા હળવી થવા સાથે સ્થાનિકમાં ચોમાસાની સારી પ્રગતિએ ભારતીય શેરબજારોમાં ફંડોએ નીચા મથાળે લેવાલી કરતાં તેજી જોવા મળી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

મોંઘવારીને કારણે વૈશ્વિક બજારમાં વ્યાજદર વધતા ભારતીય શેરબજાર અને ડેટ માર્કેટમાંથી જોવા મળી રહેલ આઉટફ્લોને કારણે ભારતીય ચલણ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. ગયા વર્ષના ડિસેમ્બરથી અત્યારસુધીમાં ડોલર સામે રૂપિયો ૫%થી વધુ ઘટી ગયો છે. હાલમાં રૂપિયો ડોલર સામે અત્યારસુધીની નીચી સપાટીએ બોલાઈ રહ્યો છે ત્યારે ભારતના બહારી દેવાની ચૂકવણીને જોતા આવનારા દિવસોમાં રૂપિયા પરના દબાણમાં વધુ વધારો થવા સંભવ છે. ભારતે તેના ૬૨૧ અબજ ડોલરના બહારી દેવામાંથી ૪૦% અથવા તો ૨૬૭ અબજ ડોલર જેટલી રકમ વર્તમાન નાણાં વર્ષના અંત સુધીમાં ચૂકવવાની આવે છે, એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. આ ઉપરાંત વધી રહેલી વેપાર ખાધ પણ રૂપિયા પર દબાણને વધારશે.

ભારત પાસે હાલમાં ફોરેકસ રિઝર્વનો આંક  ૫૯૩.૩૦અબજ ડોલર જેટલો છે. ૩, સપ્ટેમ્બર ૨૦૨૧ના ૬૪૨.૫૦ અબજ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી ફોરેકસ રિઝર્વમાં ૪૯.૨૦ અબજ ડોલર જેટલો ઘટાડો થયો છે. દેવાની ચૂકવવાની રહેતી રકમ ફોરેકસ રિઝર્વના અંદાજે ૪૩% જેટલી થવા જાય છે. અનેક કોર્પોરેટસે નવા ધિરાણ મેળવવા માટે હિલચાલ શરૂ કરી છે તો કેટલાકે ડોલરના રૂપમાં થયેલી આવકને દેવાની ચૂકવણી માટે જાળવી રાખી છે. આમ છતાં નવ મહિનાના ટૂંકા ગાળામાં આટલા જંગી ફન્ડસનો આઉટફલોઝ રૂપિયા પર દબાણ લાવી શકે છે.

- Advertisement -

ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે ભારતનું આયાત બિલ ઊંચુ આવી રહ્યું છે, જેને કારણે ફોરેકસ રિઝર્વમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મે માસમાં ૨૪.૩૦ અબજ ડોલરની વેપાર ખાધ જુનમાં વધી ૨૫.૬૦ અબજ ડોલર સાથે નવી ઊંચી સપાટીએ પહોંચી હતી. માર્ચ ૨૦૨૧ના અંતે દેશના ફોરેકસ રિઝર્વનું સ્તર બહારી દેવાના ૧૦૦% થી પણ વધુ હતું તે માર્ચ ૨૦૨૨ના અંતે ઘટી ૯૭% પર આવી ગયું હતું.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

ચીનને બાદ કરતા એશિયાની કેટલીક મોટી બજારોમાંથી જુન ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક ફંડોનો જંગી આઉટફલોઝ જોવા મળ્યો છે. આ અગાઉની બજારની કટોકટી કરતા પણ વર્તમાન વર્ષના જુન ત્રિમાસિકનો આઉટફલોઝ ઊંચો રહ્યો હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. એશિયાની સાત પ્રાદેશિક ઈક્વિટી બજારોમાંથી વૈશ્વિક ફંડોએ જુન ત્રિમાસિકમાં અંદાજીત નેટ ૪૦ અબજ ડોલરની વેચવાલી કરી છે એટલું જ નહીં વધુ આઉટફલોઝ જોવા મળવા પણ સંભવ છે. સૌથી વધુ વેચાણ ટેકહેવી તાઈવાન તથા દક્ષિણ કોરિયા અને ભારતમાં જોવા મળ્યું છે. ભારે જોખમ સાથેની બજારોમાંથી વિદેશી રોકાણકારો નાણાં પાછા ખેંચી રહ્યા છે.

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૦,૮૩૫.૫૪ કરોડની ખરીદી, જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૬,૫૯૯.૨૩ કરોડની ખરીદી તેમજ ૦૭ જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૧૮૬.૪૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૪,૨૯૨.૪૭ કરોડની વેચવાલી તેમજ જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૮,૧૧૨.૩૭ કરોડની વેચવાલી તેમજ ૦૭ જુલાઇ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૪૪૩૩.૮૧ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, જૂન માસમાં વિદેશી રોકાણકારોએ અંદાજીત રૂ.૫૮૧૧૨ કરોડની નેટ વેચવાલી કરી છે. માર્ચ ૨૦૨૦માં રૂ.૬૫,૮૧૭ કરોડની વેચવાલી પછીથી આ સૌથી મોટી વેચવાલી છે ઉપરાંત ડોલર સામે રૂપિયામાં અવિરત ધોવાણ થઈ રહ્યું છે. રૂપિયાએ ૭૯ની મહત્વની સપાટી પણ ગયા સપ્તાહે તોડી છે. બીજી તરફ ક્રૂડ ઓઈલ સહિતનું આયાત બિલ વધી રહ્યું છે જેને કારણે ભારતીય અર્થતંત્ર પર અસર જોવા મળી રહી છે.

વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે તેને કારણે નિકાસ પર અસર થવાની સંભાવના છે. જોકે આ તમામ નેગેટિવ પરિબળો છતાં સ્થાનિક ફંડો તેમજ રોકાણકારોની અવિરત ખરીદીને પગલે બજાર ટકી રહ્યું છે. વળી, વૈશ્વિક અર્થતંત્રની સરખામણીમાં આપણું અર્થતંત્ર સારી સ્થિતિમાં છે. ચોમાસાના પોઝિટિવ ફેક્ટર સાથે ગત સપ્તાહે એપ્રિલ – જૂન ક્વાર્ટરના પરિણામોની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી દિવસોમાં અનેક કંપનીઓના પરિણામો ઉપરાંત એફઆઈઆઈની ચાલ અને ક્રૂડ તથા કરન્સી બજાર પર ભારતીય શેરબજારની નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 16233 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16006 પોઇન્ટના પ્રથમ અને 15808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16303 પોઇન્ટથી 16373 પોઇન્ટ, 16404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 35195 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 34808 પોઇન્ટના પ્રથમ અને 34373 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 35373 પોઇન્ટથી 35474 પોઇન્ટ, 35606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 35606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ઈન્ડસઈન્ડ બેન્ક ( 851 ) :- પ્રાઈવેટ બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.828 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.808 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.868 થી રૂ.874 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.880 ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) લુપિન લિમિટેડ ( 635 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.616 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.606 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.647 થી રૂ.660 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ( 345 ) :- રૂ.323 નો પ્રથમ તેમજ રૂ.316 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.363 થી રૂ.373 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

) કોલ્ટેપાટિલ ડેવલપર્સ ( 239 ) :- રેસિડેન્સીયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.253 થી રૂ.260 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.227 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) વેલસ્પન કોર્પ ( 223 ) :- રૂ.212 નો પ્રથમ તેમજ રૂ.202 ના સ્ટોગ સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.237 થી રૂ.240 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) અપોલો ટાયર્સ ( 200 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.188 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.214 થી રૂ.224 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) સીજી પાવર ( 199 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.187 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.212 થી રૂ.220 ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) કે.પી. એનર્જી ( 220 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇલેક્ટ્રિક યુટીલીટી સેક્ટરનો આ સ્ટોક રૂ.202 આસપાસ રોકાણકારે રૂ.237 થી રૂ.245 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.188 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2398 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2360 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રીફાઇનરી & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2417 થી રૂ.2440 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) એસબીઆઈ લાઈફ ( 1147 ) :- આ સ્ટોક રૂ.1123 નો પ્રથમ તેમજ રૂ.1107 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1163 થી રૂ.1170 સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( 758 ) :- ૧૩૭૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.733 નો પ્રથમ તેમજ રૂ.717 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.774 થી રૂ.780 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) કોટક બેન્ક ( 1748 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1770 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1787 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1727 થી રૂ.1707 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1808 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) લાર્સન & ટુબ્રો ( 1667 ) :- રૂ.1690 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1707 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1644 થી રૂ.1630 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1717 ઉપર તેજી તરફી ધ્યાન… !!

) લુપિન લિમિટેડ ( 631 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.653 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.660 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.616 થી રૂ.606 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.676 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) અરવિંદ લિમિટેડ ( 90 ) :- ગાર્મેન્ટ્સ & એપેરલ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.97 થી રૂ.103 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.83 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ડીસીબી બેન્ક ( 81 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાં આ સ્ટોકને રૂ.73 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.88 થી રૂ.94 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) જીનસ પાવર ( 77 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.72 નો પ્રથમ તેમજ રૂ.66 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! અન્ય ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.84 થી રૂ.90 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) નેટવર્ક૧૮ લિમિટેડ ( 68 ) :- રૂ.62 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.73 થી રૂ.77 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.77 ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ 16006 થી 16404 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular