આજે સપ્તાહના છેલ્લાં દિવસે એટલે કે શુક્રવારના રોજ શેર બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ ખૂલતાની સાથે 507.73 અંકના ઉછાળા સાથે 51787.24ની સપાટી પર ખૂલ્યો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 136.10 અંક એટલે કે 0.90 ટકા ઉપર 15310.90ની સપાટી પર ખૂલ્યો.
ગુરૂવારના રોજ મહાશિવરાત્રિ હોવાથી સ્થાનિક શેરબજાર બંધ હતું. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં 1214 શેરોમાં તેજી આવી તો 297 શેરોમાં ઘટાડો અને 97 શેરમાં કોઇ ફેરફાર નહોતો. ગયા સપ્તાહમાં સેન્સેક્સમાં 1305 અંકની તેજી જોવા મળી.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં બજાજ ઓટો, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલીવર અને સન ફાર્માના શેરોમાં તેજી જોવા મળી. આ સિવાય ઓએનજીસી, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, ઇન્ફોસીસ, પાવરગ્રીડ, બજાજ ફાઇનાન્સના શેરો પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.