Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsશેરબજાર જોખમી તબક્કામાં...!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્...!!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોના સંક્રમણ યુરોપના ઘણાં દેશોમાં ફરી વધવા લાગતાં અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન જોવા મળતા ઉપરાંત વિશ્વભરને ફુગાવો – મોંઘવારીનો દાનવ દઝાડવા લાગ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારોની સાથે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાવચેતીમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી કરવાનું ચાલુ રાખ્યું હતું. વૈશ્વિક મોરચે  ફુગાવા – મોંઘવારીનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર પર મોટી નેગેટીવ અસરની શકયતા વચ્ચે એક તરફ વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ખરીદી ચાલુ રાખતા ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી.

વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરીએન્ટના કારણે પુન:લોકટાઉનનો અમલ વિવિધ દેશોમાં ઉંચો ફુગાવો, ક્રૂડના ભાવમાં અફડાતફડી, હળવી નાણાંનીતિ પર બ્રેક વાગવાની સંભાવના સહિત ઘરઆંગણે વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલોની બજાર પર અસર જોવા મળી હતી. આ પ્રતિકૂળ અહેવાલો પાછળ નવેમ્બર માસમાં ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો અંદાજીત ૩% આસપાસ તુટયા છે.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય અર્થતંત્રમાં નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં ૮.૪%નો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. અગાઉના એપ્રિલ – જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ૨૦.૧% જેટલો વિક્રમજનક ઉછાળો આવ્યો હતો. ગયા વર્ષે સમાન અવધીમાં દેશમાં કોવિડ-૧૯ મહામારીને લીધે દેશમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તેલી હોવાથી આર્થિક મોરચે લગભગ તમામ કામગીરી અટકી પડેલી હતી. આ સંજોગોમાં એપ્રિલ-જૂન ૨૦૨૦ દરમિયાન GDP ૨૪.૪%નો ઘટાડો થયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ અગાઉ જુલાઈ – સપ્ટેમ્બર દરમિયાન ૭.૯% GDP વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જેની તુલનામાં આજે આ આંકડા ૮.૪% જાહેર થયા છે.

- Advertisement -

ભારતનું અર્થકારણ ૭%ના સરાસરી વૃધ્ધિ દર સાથે ઝડપથી ક્યારે આગળ વધશે તેની અત્યારે સૌ કોઈને ચિંતા છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ભારતનો આર્થિક વૃધ્ધિ દર ૮.૩% હતો. જે નાણાકીય વર્ષ ૨૦૧૭ – ૨૦૧૮માં ઘટીને ૭.૧%, નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં ૬.૧% અને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૪.૨% પર પહોંચી ગયો હતો. ડીઝલ અને પેટ્રોલના વધતા જતા ભાવોએ મોટાભાગની વપરાસી ચીજો મોંઘી કરી છે. અર્થતંત્રમાં ઉછાળો આવ્યો છે ત્યારે બીજી બાજુ કેટલાક પડકારો હજુ પણ અડીખમ છે. વધતો ફુગાવો, ઉત્પાદન પાછળ ઊંચો ખર્ચ, અને ક્રુડ ઓઈલની કિંમત ઉપરાંત કોરોના વાઈરસના નવા વેરિયન્ટ વગેરે આર્થિક મોરચે મોટા પડકારો તરીકે ઉભરી રહ્યા છે.

વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની વિશ્વ બજારમાં તાજેતરમાં પ્રાહવો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે.  કોરોનાની બીજી લહેરનો ઉપદ્રવ ઘટી જતાં તથા લોકડાઉનના બદલે રિઓપનિંગની પ્રક્રિયા વૈશ્વિક સ્તરે વેગ પકડતાં તેમજ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપથી આગળ વધતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલની માગમાં વૃદ્ધી જોવા મળી હતી અને તેના પગલે તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળાઓ જોવા મળી રહ્યો છે. જો કે સાઉથ આફ્રિકામાં નવો વાયરસ ફેલાયાના નિર્દેશોએ ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓક્ટોબર ૨૦૨૧માં અંદાજીત રૂ.૪૪૭૦.૯૯ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૦,૫૬૦.૨૭ કરોડની ખરીદી તેમજ ૦૨ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૪૮૩૯.૬૭ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ ઓક્ટોબર ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫,૫૭૨.૧૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૯,૯૦૧.૯૨ કરોડની વેચવાલી તેમજ ૦૨ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૩૬૭૫.૫૫ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કોવિડ વેરિયેન્ટને પરિણામે મોટાભાગના વૈશ્વિક બજારોમાં રોકાણકારોનું માનસ ખરડાયું છે. મારા મતે, હાલની સ્થિતિમાં રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ. પશ્ચિમી દેશોમાં શિયાળો ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે કોરોના નવેસરથી ફેલાવાનો ભય ઊભો થયો છે જે બજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. નવા વેરિયેન્ટને કારણે વિવિધ રાષ્ટ્રોમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ આવી શકે છે જેને કારણે આર્થિક રિકવરી સામે રુકાવટ ઊભી કરશે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, રશિયા તથા યુકેમાં કોરોનાના કેસોમાં જોરદાર વધારો થયો છે ત્યારે ડીસેમ્બર માસમાં કેવો ટ્રેન્ડ રહે છે, તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

પ્રર્વતમાન સંયોગો જોતા ચાલુ ડિસેમ્બર માસમાં પણ બજારમાં વોલેટાલીટી જારી રહેવાની સંભાવના છે. ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા તેના બોન્ડ બાઈંગ પ્રોગ્રામમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાશે. આ ઉપરાંત કોરોનાના નવા બેરીએન્ટના કારણે આગામી સમયમાં વિવિધ દેશોમાં પ્રતિકૂળતા વધવાની શક્યતા છે. આ ઉપરાંત ફુગાવાના મોરચે પણ ખાસ ઝડપી રાહત થવાની શક્યતા ઓછી છે. આ બધી પ્રતિકૂળતા જોતા નવા માસમાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી જોવા મળી શકે છે. આમ, આ બધા પરિબળો જોતા નવા ડિસેમ્બર માસમાં પણ બજારમાં અફડાતફડીનો માહોલ જારી રહેવાની સંભાવના છે. અલબત્ત ભારતમાં કોવિડના બીજા મોજાની અસર ઘટતી જાય છે પરંતુ ત્રીજુ મોજુ ક્યારે આવશે તેનો ભય સૌને સતાવી રહ્યો છે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

INVESTMENT POINT WEEKLY - 06.12.2021 TO 10.12.2021 003

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૨૫૨ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૦૦૭ પોઇન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૩૦૩ પોઇન્ટથી ૧૭૩૭૩ પોઇન્ટ, ૧૭૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

 

INVESTMENT POINT WEEKLY - 06.12.2021 TO 10.12.2021 004

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૩૫૩ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૦૦૬ પોઇન્ટના પ્રથમ અને ૩૫૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૬૪૭૪ પોઇન્ટથી ૩૬૬૦૬ પોઇન્ટ, ૩૬૭૭૦ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૭૭૦  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) રામકો સિમેન્ટ ( ૯૬૯ ) :- સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૮૯ થી રૂ.૧૦૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૦૧૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૮૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૨૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૬૮ થી રૂ.૮૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૨૫ ) :- રૂ.૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૬૯૬ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ભારતી એરટેલ ( ૭૨૦ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૭ થી રૂ.૭૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ટાટા મોટર્સ ( ૪૮૦ ) :- રૂ.૪૬૪ નો પ્રથમ તેમજ રૂ.૪૫૦ ના સ્ટોગ સપોર્ટથી કમર્શિયલ વિહિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૪૯૪ થી રૂ.૫૦૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) હિન્દ પેટ્રો ( ૩૦૨ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૩૧૭ થી રૂ.૩૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ગતિ લિમિટેડ ( ૧૫૯ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) બેન્ક ઓફ બરોડા ( ૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦ આસપાસ રોકાણકારે રૂ.૯૭ થી રૂ.૧૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૭૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૭૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૦૮ ) :- આ સ્ટોક રૂ.૧૬૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૪૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૫૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) કોટક બેન્ક ( ૧૯૩૦ ) :- ૪૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૧૮૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૩ થી રૂ.૧૯૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૪૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૫૦૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૪૦૪ થી રૂ.૨૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૨૫ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) એચસીએલ ટેકનોલોજી ( ૧૧૭૩ ) :- રૂ.૧૧૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) એક્સિસ બેન્ક ( ૬૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૯૬ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૬૦ થી રૂ.૬૪૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૨૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) વેલસ્પન એન્ટરપ્રાઈઝ ( ૯૬ ) :- કન્સ્ટ્રકશન & ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) બોમ્બે ડાઈંગ ( ૮૯ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્ષટાઈલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૪ થી રૂ.૧૦૨ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૭૯ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨ નો પ્રથમ તેમજ રૂ.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્લાસ્ટિક પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૭ થી રૂ.૯૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) દ્વારિકેશ સુગર ( ૬૮ ) :- રૂ.૬૨ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૪ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૦૦૭ થી ૧૭૪૦૪ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular