રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આજે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીના જોરમાં વધારો થયો છે. હવાામાન વિભાગની આગાગી અનુસાર આગામી ૩ દિવસમાં રાજ્યનું લઘુતમ તાપમાન ૩ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીનું જોર વધશે. તો જામનગરમાં આજે જ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. તાપમાનનો પારો 3ડીગ્રી ગગડતા લઘુત્તમ તાપમાન 16ડીગ્રી નોંધાયું છે.
ગત રાત્રિએ નલિયામાં ૧૦.૬ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે સમગ્ર રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે. બીજી બાજુ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં પણ આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં.
હવામાન વિભાગની આગાહીના મતે આગામી 10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે. બીજી બાજુ હવામાન વિભાગ (IMD) અનુસાર ઉત્તર ભારતના ઘણા પહાડો અને મેદાનોમાં વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં 6 ડિસેમ્બરે ભારે હિમવર્ષા થઈ શકે છે.