Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરાજ્ય સરકારે જામનગરના 432 કરોડના કામનો કર્યો સ્વીકાર

રાજ્ય સરકારે જામનગરના 432 કરોડના કામનો કર્યો સ્વીકાર

માળખાકિય સુવિધા, રોડ, રસ્તા અને આગવી ઓળખના કામો માટેની ગ્રાન્ટને સૈધ્ધાંતિક મંજૂરી : આગામી 3 વર્ષ દરમ્યાન હાથ ધરવામાં આવશે આ કામો : શહેરના મહત્વાકાંક્ષી રિવર ફ્રન્ટ પ્રોજેકટને મંજૂરી નહીં : જામ્યુકોના પદાધિકારીઓએ માન્યો આભાર

- Advertisement -

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર શહેરમાં ભૌતિક માળખાકીય, સામાજિક માળખાકિય, ગાર્ડન રિનોેવેશન, સ્કુલ બિલ્ડીંગ, આંગણવાડીઓ, બ્યુટીફીકેશન, ફાયર સ્ટેશન, સિવિક સેન્ટર તેમજ માર્ગો અને આગવી ઓળખના કામો માટે રાજય સરકાર દ્વારા રૂા. 432.76 કરોડની ગ્રાન્ટને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જો કે, મંજૂર કરાયેલ કામો એક વર્ષના નહીં પરંતુ આગામી ત્રણ વર્ષના છે. ત્રણ વર્ષ દરમ્યાન રાજ્ય સરકાર જામ્યુકોને આ કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરશે. સરકાર દ્વારા જે કામોને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. તેમાં શહેરના મહત્વાકાંક્ષી રિવરફ્રન્ટ પ્રોજેકટનો સમાવેશ થતો નથી. આ યોજના અંતર્ગત ચાલુ નાણાંકિય વર્ષ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા રૂા. 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

- Advertisement -

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા જુદા-જુદા શહેરોની આગામી ત્રણ વર્ષની યોજનાઓ માટે નાણાંકિય ગ્રાન્ટને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જે અનુસાર જામનગર મહાપાલિકાને પણ જુદા-જુદા કામો માટે રૂા. 432.76 કરોડની ગ્રાન્ટ ફાળવવાને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જામ્યુકોની સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશ કગથરાની યાદી અનુસાર શહેરમાં માળખાકિય 136 કામો માટે રૂા. 376.20 કરોડ શહેરી સડક યોજના અન્વયે 25 કામો માટે 70.31 કરોડ તથા આગામી ઓળખના બે કામો માટે રૂા. 14.25 કરોડની ગ્રાન્ટને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આગવી ઓળખના કામોમાં માંડવી ટાવર રેસ્ટોરેશન, ખંભાળિયા ગેઇટ, ભૂજિયો કોઠો અને લાખોટાલેઇક મ્યુઝિમયમને જોડતી હેરીટેજ ચેઇન માટેના કામનો સમાવેશ થાય છે.

રાજય સરકાર દ્વારા જે પ્રોજેકટ અને કામની ગ્રાન્ટને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમાં શહેરના મહત્વાકાંક્ષી એવા રિવર ફ્રન્ટ પ્રોજેકટનો સમાવેશ થતો નથી. જામનગર મહાપાલિકા દ્વારા 600 કરોડના રિવર ફ્રન્ટ પ્રોજેકટની દરખાસ્ત પણ સરકારને મોકલવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ પ્રોજેકટનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

- Advertisement -

જામ્યુકોના નાયબ કમિશનર ભાવેશ જાનીના જણાવ્યા અનુસાર રાજય સરકાર દ્વારા જે ગ્રાન્ટને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તે કામો માત્ર 1 વર્ષના નહીં પરંતુ 3 વર્ષના લાંબા ગાળાના છે. આગામી 3 વર્ષ દરમ્યાન આ કામો હાથ ધરવામાં આવશે. દરમ્યાન ગ્રાન્ટની ફાળવણી અંગે જામ્યુકોના એકાઉન્ટસ અધિકારી જિગ્નેશ નિર્મલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ચાલુ નાણાંકિય વર્ષ દરમ્યાન ઉપરોકત યોજના અંતર્ગત સરકાર દ્વારા રૂા. 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જયારે બાકીની ગ્રાન્ટ અને કામો આગામી 3 વર્ષ માટેના છે. સરકારની સૂચના અનુસાર એક સાથે 3 વર્ષનું પ્લાનિંગ કરીને સરકારને મોકલવામાં આવ્યું હતું. જેના આધારે સરકાર દ્વારા ઉપરોકત ગ્રાન્ટની રકમને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે ક્રમશ: કામ મુજબ જામ્યુકોને પ્રાપ્ત થશે. મંજૂરી મેળવવામાં સમય ન બગડે તે માટે સરકારની સૂચના મુજબ પ્રલાનિંગ કરીને મોકલવામાં આવ્યું હતુ.

રાજય સરકાર દ્વારા જામનગર શહેરના વિકાસ કામો માટે 432 કરોડની ગ્રાન્ટને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવતાં જામ્યુકોના પદાધિકારીઓએ રાજયના મુખ્યમંત્રી, સાંસદ પૂનમબેન, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા અને શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular