રાજ્ય સરકારે બજેટની તારીખમાં ફેરફાર કર્યા છે. રાજ્યનું બજેટ 3 માર્ચે રજૂ કરવામાં આવશે. પહેલા 2 માર્ચે બજેટ રજૂ કરવાની જાહેરાત થઈ હતી. 2 માર્ચે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકાના પરિણામ છે. ચૂંટણી પરિણામને લઈને બજેટ તારીખના ફેરફાર થયો છે.
નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. રાજ્ય સરકાર નારાજ ખેડૂતો, બેરાજગારોથી માંડીને આમ જનતાને રાજી કરવા આ વખતે કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરવા તૈયારીઓ કરી છે.નાણાંમંત્રીના પટારામાં શું ખૂલશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. જોકે, આ વખતે ગુજરાતના બજેટનું કદ બે લાખ કરોડને પાર કરી જશે.
વિધાનસભામાં બજેટ રજૂ થવાનું હતુ તેના કરતા મોડુ રજૂ કરવામાં આવશે કારણ કે, સ્થાનિક સ્વરાજ્યનૂ ચૂંટણીને લઈને તારીખ લંબાવાઈ છે.
ગુજરાતના સૌથી વધુ બજેટ રજૂ કરવાના વિક્રમ નાણામંત્રી વજુભાઇ વાળાના નામે છે. નિતીનભાઈ પટેલ ફરી એકવાર બજેટ રજૂ કરશે. નીતિનભાઈ પટેલ નવમી વાર બજેટ રજૂ કરશે.