તાજેતરમાં મહાશિવરાત્રીના દિવસે જામનગરની મુલકાતે પધારેલા પ્રદેશ ભાજપ અધ્યષ સી.આર.પાટીલ દ્વારા વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશભાઇ કગથરાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ ની આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા,ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા તેમજ સાથી કોર્પોરેટર પરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.