Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયસ્ટેન્ડ-અપ કોમેડિયનને સુપ્રિમકોર્ટે જામીન આપ્યા

સ્ટેન્ડ-અપ કોમેડિયનને સુપ્રિમકોર્ટે જામીન આપ્યા

- Advertisement -

હિંદુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરીને ધાર્મિક લાગણી દુભાવવાના આરોપી મુનવ્વર ફારુકીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આજે તેની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને નોટીસ ફટકારી છે.
આ પહેલા મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વરને જામીન આપવાની ના પાડી હતી. યૂપીમાં નોંધાયેલ કેસમાં બહાર પડેલ પ્રોડક્શન વોરન્ટ પર પણ હાલમાં સ્ટે છે.

- Advertisement -

કોમેડિયન ફારુકી પર આરોપ છે કે એક કાર્યક્રમ દરમિયાન તેણે ધાર્મિક ભાવનાઓની મજાક ઉડાવી હતી. આ કાર્યક્રમ ઇન્દોરના કાફે મોનરોમાં 1 જાન્યુઆરીએ રાખામાં આવ્યો હતો. આ મામલે ઇન્દોર પોલીસે કોમેડિયન ફારુકી અને તેના ચાર સાથીઓની બે જાન્યુઆરીએ ધરપકડ કરી હતી.

મધ્ય પ્રદેશની એક સ્થાનીક કોર્ટે 5 જાન્યુઆરીએ જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ તે 14 જાન્યુઆરીના રોજ માન માટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટ પહોંચ્યો હતો. ત્યાં પણ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
ફારુકી વિરૂદ્ધ ભાજપ સાંસદ માલિની ગૌરના દીકરા એકલવ્ય ગૌરે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular