દાહોદના ફતેપુરાના સુખસર ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક વિજય સુવાળાએ પણ હાજરી આપી હતી. અને સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે સ્ટેજ તૂટી પડ્યું હતું. જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દાહોદમાં મેલડી માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલું ડાયરામાં સ્ટેજ ધરાશાયી થતા વિજય સુવાળા સહિતના કલાકારો સ્ટેજ સાથે નીચે પડ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી જેથી ત્યાં ઉપસ્થિત સૌએ હાશકારો અનુભવ્યો હતો.
#Dahod #Videonews #Video #vijaysuvala #Khabargujarat
ફતેપુરાના સુખસર ખાતે ડાયરાના આયોજનમાં સ્ટેજ તૂટ્યું
વિજય સુવાળા સ્ટેજ પરથી નીચે પડ્યા, VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/eM0mJPCPFV
— Khabar Gujarat (@khabargujarat) May 7, 2022