ધ્રોલ તાલુકાના વાંકીયા ગામના બસ સ્ટેન્ડ પાસે રહેલા પ્રૌઢા સહિતના ત્રણ વ્યક્તિઓને પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટ્રકે ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢાને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મોરબીમાં દરબારગઢ વિસ્તારમાં રહેતાં જયાબેન રમણિકભાઈ જાદવ નામના પ્રૌઢા શનિવારે સવારના સમયે ધ્રોલ તાલુકાના વાંકીયા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-ટીએકસ-9595 નંબરના ટ્રક ચાલકે બસ સ્ટેન્ડ પાસે રહેલા પ્રૌઢા તથા અન્ય બે વ્યક્તિઓને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દીધા હતાં. અકસ્માતના આ બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં જયાબેન જાદવ નામના પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઇ પી.જી. પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચ જઇ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પુત્ર પરેશભાઈના નિવેદનના આધારે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.