ગોંડલમાં એક બેફામ કારચાલકે બે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર સવારના સમયે પુરઝડપે આવતી કારે બે બાઈકને અડફેટે લઇ દીવાલમાં ઘુસી ગઈ હતી. અહીં ઉભેલા 70 વર્ષીય વૃદ્ધ ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈને અડફેટે લેતા તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
#Rajkot #gondal #Video #CCTV #Khabargujarat
ગોંડલમાં બેફામ કાર ચાલકે બે બાઇકને અડફેટે લીધા
દીવાલમાં ઘુસી જતા બાજુમાં ઉભેલા વૃદ્ધનું મોત
પોલીસ ઘટના સ્થળે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ pic.twitter.com/k1ZNyYCcVL— Khabar Gujarat (@khabargujarat) April 23, 2022
વૃદ્ધનું મોત નીપજાવી કારચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસે હાલ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.