Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરસાળીને ભગાડી જતાં જમાઇને જોઇ જતાં સસરા ઉપર જીવલેણ હુમલો

સાળીને ભગાડી જતાં જમાઇને જોઇ જતાં સસરા ઉપર જીવલેણ હુમલો

‘જમાઇ બન્યો જમ’ સસરા ઉપર કુહાડીના ઘા ઝિંકી હત્યાનો પ્રયાસ : મધ્યરાત્રીના સાળીને ભગાડતા સમયે સસરા જાગી ગયા : પોલીસ દ્વારા ગુનો નોંધી જમાઇની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં પ્રણામી વે-બ્રિજ પાછળના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી યુવતિને ભગાડી જતાં જમાઇને નિંદરમાંથી ઉઠી ગયેલા સસરા જોઇ જતાં જમ બનેલા જમાઇએ સસરા ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના સેમલીયાબડા ગામના વતની અને હાલ જામનગર શહેરમાં પ્રણામી વે-બ્રિજ પાછળ આવેલા ઝુંપડામાં રહીને મજૂરી કામ કરતાં સજ્જનસિંહ ફતુભાઇ પારઘી નામના આદિવાસી યુવાન તેની પુત્રી નવીતાબેન સાથે શુક્રવારની મધ્યરાત્રીના સમયે તેના ઝુંપડામાં નિંદ્રાધીન હતા તે દરમિયાન સજ્જનસિંહનો જમાઇ કરણગલીયા મોહનિયા નામના શખ્સે ઝુંપડામાં આવી તેની સાડી નવીતાબેનને ભગાડીને લઇ જતો હતો તે દરમિયાન રાત્રીના નિંદરમાંથી જાગી જતાં સજ્જનસિંહે પ્રતિકાર કરતાં તેના જ જમાઇ કરણે સસરા સજ્જનસિંહના માથામાં કુહાડી વડે જીવલેણ હુમલો કરતાં લોહી લુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. હુમલો કર્યા બાદ કરણ નાશી ગયો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા સજ્જનસિંહને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એન.એ. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઇજાગ્રસ્ત સજ્જનસિંહના ભાઇ આનંદના નિવેદનના આધારે જમાઇ કરણ વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular