જામનગર નજીક લાલપુર ચોકડી પાસે આવેલા પાર્ટી પ્લોટમાંથી રૂા.67,500 ની કિંમતની પાંચ એલઈડી લાઈટ તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીત રોડ પર ચૌહાણફળીમાં રહેતાં કપિલભાઈ બારડ નામના યુવાનનું લાલપુર ચોકડી પાસે સમાણા રોડ પરના બેઠા પુલ નજીક આવેલા વી.ડી.બી. પાર્ટી પ્લોટના પોલ ઉપર લગાડેલી રૂા.13,500 ની કિંમતની એક એવી 400 વોટની રૂા.67,500 ની કિંમતની પાંચ એલઈડી લાઈટ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કપિલ દ્વારા કરાતા હેકો આર.એમ. ઝાલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનો નોંધી ભેદ ઉકેલવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.