Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાની બીજી લહેર ફેલાશે

દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાની બીજી લહેર ફેલાશે

દેશના 18 રાજયોમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળતાં કેન્દ્ર એલર્ટ: કોરોના ગાઇડલાઇન 31 ર્માચ સુધી લંબાવતી કેન્દ્ર સરકાર

- Advertisement -

કોરોના વાઇરસના બ્રિટિશ, દક્ષિણ આફ્રિકન અને બ્રાઝિલ સ્ટ્રેનના કેસની સંખ્યા 200ની નજીક પહોંચી જતાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, તેલંગણા અને કેરળ સહિતના 18 રાજ્યો પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલે આ રાજ્યોને વિદેશમાંથી ભારતમાં પ્રસરેલા કોરોના વેરિઅન્ટના કેસો પર નજર રાખવા જણાવ્યું છે. દેશમાં વિદેશી કોરોના સ્ટ્રેનના 194 કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં બ્રિટિશ વેરિઅન્ટના 187, દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનના 6 અને બ્રાઝિલ સ્ટ્રેનનો 1 કેસ સામેલ છે. તે ઉપરાંત દેશમાં કોરોના વાઇરસના બે નવા વેરિઅન્ટ મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગણામાં N440K અને E484Q પણ સામે આવ્યાં છે.

- Advertisement -

બીજીતરફ ભારતમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના 16,000થી વધુ કેસ આવ્યાં હતાં. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,577 નવા કેસ ઉમેરાતાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,63,491 ઉપર પહોંચી હતી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 120 દર્દીનાં મોત થતાં મહામારીનો કુલ મૃતાંક 1,56,825 થયો હતો. છેલ્લા 24 કલાકમાં 12,179 દર્દી સાજા થતાં રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,07,50,680 થઈ હતી.

મધ્યપ્રદેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર ભોપાલ અને ઇન્દોર સહિત 12 જિલ્લામાં નાઇટ કરફ્યૂ લાદે તેવી સંભાવના છે. રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બાદ તે અંગે નિર્ણય લેવાશે. મહારાષ્ટ્રની સરહદ પર આવેલા બાલાઘાટ જિલ્લામાં બે દિવસ પહેલાં જ રાતના 10થી સવારના 6 સુધી કરફ્યૂ લાદી દેવાયો છે.

- Advertisement -

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જાહેરાત કરી હતી કે, 1 માર્ચથી દેશમાં શરૂ થનારા સામાન્ય જનતા માટેના રસીકરણને પગલે કો-વિન એપને અપડેટ કરવા માટે બે દિવસ દેશમાં કોરોનાની રસી આપવાનું સ્થગિત કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે કોરોના ગાઇડલાઇન 31 માર્ચ સુધી લંબાવી દીધી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોનાના નવા કેસ અને એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં સર્વેલન્સ, કન્ટેનમેન્ટ અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular