Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયશાળા સંચાલક મંડળે માગ્યો 33 ટકા ફી વધારો

શાળા સંચાલક મંડળે માગ્યો 33 ટકા ફી વધારો

કોરોના કાળ બાદ ફી સ્લેબમાં વધારો કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત

- Advertisement -

રાજ્યમાં ફરી શાળાની ફી વધારવાનું ભૂત ધુણ્યું છે, કોરોનાકાળ બાદ હાલ સ્કૂલો ફરી ધમધમી રહી છે. કેટલાય સમયથી ફી વધારવાની માંગ કરતાં સંચાલકોને હવે ફાવતું જડ્યું છે. સામે વાલીઓને લાગે છે કે હવે કપરા દિવસો આવશે કારણ કે ખાનગી શાળાઓના ફી સ્લેબમાં વધારો કરવાની માગ તીવ્ર બની છે.

- Advertisement -

શાળા સંચાલક મંડળે ફી સ્લેબમાં વધારો માંગ્યો છે જેને લઈને સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ખાનગી શાળાના ફી સ્લેબમાં 33 ટકા વધારો માંગ્યો છે. પ્રાથમિક શાળામાં ફી રૂ.15 હજારથી વધારીને રૂ.20 હજાર કરવા માગ કરવામા આવી છે જ્યારે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં રૂ.25 હજારને સ્થાને રૂ.30 હજારની માગ સીએમ સમક્ષ કરવામાં આવી છે. તો વિજ્ઞાન પ્રવાહની ઉ.માધ્યમિક શાળામાં રૂપિયા 30 હજારને બદલે રૂપિયા 36 હજારની માગ મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ પર ફી નિયંત્રણ કરી શકાય તે ઉદ્દેશ સાથે ફી રેગ્યુલેશન એક્ટ લાવવામાં આવ્યો હતો.અને તેના માટે ફી રેગ્યુલેશન કમિટીની રચના પણ કરવામા આવી હતી.પરંતુ 2017થી અમલમાં આવેલી એફઆરસી એ સતત ગોકળગતીએ ચાલી રહી છે. અનેક વખત ફી વધારો અને મનફાવે તેમ કોરોના કાળમાં ઓનલાઈન એજ્યુકેશનના નામે સંચાલકોની મનમાની પણ સામે આવી હતી. તેવામાં કોરોના અને મોંઘવારીનો માર ઝેલી રહેલો વાલીને આવનાર સમયમાં ફી વધારાનો ડામ અપાય તો નવાઈ નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular