Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતશિક્ષક પાસે ખંડણી માંગતો શાળાનો સંચાલક

શિક્ષક પાસે ખંડણી માંગતો શાળાનો સંચાલક

- Advertisement -

રાજ્યની કેટલીક ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો નવા નિમણુક પામેલા શિક્ષકો પાસે જેમ ખંડણી માગતા હોય તેમ લાખો રૂપિયાના ઉઘરાણા કરી રહ્યાં છે. આવો જ એક શરમજનક કિસ્સો દાહોદ જિલ્લામાં સામે આવ્યો છે.

દાહોદ જિલ્લાના ઝલોદ તાલુકાના લીમડી ગામની કન્યા શાળાના સંચાલક દ્વારા નવ નિયુક્ત શિક્ષક પાસે રૂ.6 લાખની માંગણી કરવા ઉપરાંત પૈસા નહી આપે તો નોકરી નહી કરવા દઉં તેવા આક્ષેપો સાથેની દાહોદ ડીઈઓ કચેરીમાં લેખીત ફરિયાદ થઈ છે. ફરિયાદ કરનાર શિક્ષકે સંચાલકની આ ધમકીથી ગભરાઈને હજુ નોકરી શરૂ થાય એ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનું ઉમેદવારે જણાવ્યું હતુ. આ મુદ્દે શાળા કમિશનર કચેરીએ ડીઈઓને તપાસના આદેશ આપ્યાં છે.

મુળ ભુજનો રહેવાસી વિપુલગીરી ગૌસ્વામીએ સરકારની કેન્દ્રિયકૃત ભરતીના મેરિટથી દાહોદ જિલ્લાના લીમડી ગામની કન્યા શાળામાં શિક્ષક તરીકે નિમણુક પ્રાપ્ત કરી છે. શિક્ષણ વિભાગે સ્કૂલમાં હાજર થવા અંગેનું નિમણુકપત્રક આપ્યા બાદ સ્કૂલમાં હાજર થવા ગયેલા આ શિક્ષક પાસે સંચાલકોએ રૂપિયાની માગણી કરી હતી. જે અંગે ઉમેદવારે દાહોદ ડીઈઓને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે હું સ્કૂલમાં હાજર થવા માટે ગયો ત્યારે 12 લાખથી 6 લાખ રૂપિયા સુધીની માગણી કરી હતી.

દરમિયાન મારી આર્થિક સ્થિતિ સારી ન હોવાનું જણાવતાં મને અપમાનીત કરી અને પાછા પોતોના જિલ્લામાં જ નોકરી શોધવાની સલાહ આપીને રવાના કરી નાખ્યો હતો. વધુમાં ધમકી આપી હતી કે, 6 લાખ નહી તો હાજર નહી કરૂ અને કદાચ હાજર કરી દઉં તો ચાલચલગત કન્યા શાળાને યોગ્ય નથી તેમ રિપોર્ટ કરી કાઢી મુકીશ. સ્કૂલમાંથી હું નિકળ્યો ત્યારે સંચાલકોને તેના માણસો પાછળ મુકી મારી રેકી પણ કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે પોતાની મહેનતથી નોકરી મેળવતા શિક્ષકો પાસે જે સંચાલકો દ્વારા ઉઘરાણા કરવામાં આવી રહ્યાં છે તેની સામે કડક કાર્યવાહી કરી ગુજરાતમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવુ જોઈએ તેવી માગ ઉઠી છે. તાત્કાલિક ધોરણે આવા સંચાલકોને સ્કૂલમાંથી હટાવી સરકારે સ્કૂલ હસ્તગત કરી લેવી જોઈએ. એટલુ જ નહી આ ઉમેદવારના હાથમાંથી છુટનારી નોકરી ખુદ શિક્ષણ વિભાગે બચાવવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular