નાણાં વર્ષ 2014-15થી 2020-21ના ગાળામાં ઠલવાયેલા રૂા.3.37 લાખ કરોડમાંથી એકલા 1.06 લાખ કરોડ રૂપિયા નાણાં વર્ષ 2019માં ઠલવાયા હતાં. આ સમયમાં કેન્દ્ર સરકારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા અર્થતંત્રને બેઠું કરવા અને બેન્કિંગ સિસ્ટમને દોડતી કરવા આ રૂપિયા ઠાલવ્યા હતા. બેન્કિંગ ક્ષેત્રની સ્થિતિમાં સુધારો કરવાની નીતિના ભાગરૂપે ગયા નાણાં વર્ષમાં જાહેર ક્ષેત્રની ચાર બેન્કોમાં રૂપિયા 14,500 કરોડ ઠલવાયા હતા.
બેન્કો દ્વારા નાણાકીય વર્ષ 2020-21માં રૂા.1.85 લાખ કરોડની લોન રાઇટ ઓફ કરાઇ હતી, જે 2019-20માં રાઇટ ઓફ કરાયેલી રૂા.2.37 લાખ કરોડની લોન કરતાં ઓછી હતી. કેર રેટિંગ્સના એક રિપોર્ટ મુજબ અનેક બેન્કો દ્વારા રીકવર કરાયેલી લોન અને ઊંચા રાઇટઓફના કારણે માર્ચ 2021ના કવાર્ટરના અંથે બેન્કોનો એનપીએ રેશિયો 8.2 લાખ કરોડ રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 2020ના ચોથા કવાર્ટરમાં રૂા.8.8 લાખ કરોડની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. નાણાં વર્ષ 2019માં રાઇટ ઓફ કરાયેલી રકમનો આંક રૂપિયા 1.83 લાખ કરોડ રહ્યો હતો એમ રિઝર્વ બેન્ક દ્વારા એક આરટીઆઇ જવાબમાં જણાવાયાનું પ્રાપ્ત અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું.છેલ્લા ચાર વર્ષમાં દરેક વર્ષે રાઇટ ઓફક કરાયેલી રકમનો આંક રૂપિયા એક ટ્રિલિયનથી વધુ રહ્યો છે. પોતાના ચોપડાને કિલન કરવા બેન્કો નબળી પડેલી લોન્સને ચોપડામાંથી રાઇટ ઓફ કરી નાખે છે. અને બોરોઅર્સ પાસેથી નાણાં વસૂલવાના ઊભા રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નાણાં વર્ષ 2012 થી બેન્કિંગ ક્ષેત્રમાં બેડ લોન્સની માત્રામાં વધારો થઇ રહ્યો છે, જેને કારણે જાહેર ક્ષેત્રની બેન્કોના ચોપડા પર ખોટ વધી રહી હતી. નાણાં વર્ષ 2018માં તો કુલ ગ્રોસ એડવાન્સિસ સામે ગ્રોસ એનપીએનું પ્રમાણ 11.50 ટકા પહોંચી ગયું હતું. જો કે ત્યારબાદ રાઇટઓફમાં વધારો થતાં બેડ લોન્સની માત્રા ઘટી ગઇ છે. સામાન્ય રીતે ચાર વર્ષ કરતા વધુ જુની બેડ લોન્સ માટે બેન્કોએ 100 ટકા જોગવાઇ કરવાની રહે છે, માટે બેન્કો રાઇટ ઓફના ધોરણનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે, જેથી તેમની બેલેન્સ શીટસ નબળી ન પડે. જાહેર ક્ષેત્રની બેન્કોની સરખામણીએ ખાનગી ક્ષેત્રની બેન્કોમાં લોન્સ રાઇટ ઓફ કરવાનું પ્રમાણ ઘણું નીચું હોવાનું પણ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.
કૌંભાંડીઓ સરકારી બેંકોમાંથી 8 ટ્રિલિયન ‘રોકડા’ સરકાવી ગયા !
આ હિસાબ 2014થી 2021નો છે