Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરલગ્ન પ્રસંગે મળેલ ચાંદલા જેટલી જ રકમ ઉમેરી તળાવ ઉંડા કરવા માટે...

લગ્ન પ્રસંગે મળેલ ચાંદલા જેટલી જ રકમ ઉમેરી તળાવ ઉંડા કરવા માટે અપાઇ

જામનગરના મનુભાઇ કુરજી શેઠ પરિવાર દ્વારા સેવાકાર્ય : રૂપિયા 1.88 લાખની રકમ ભેટમાં આવતા 3.76 લાખ રૂપિયા સેવાકાર્યમાં અર્પણ

જામનગર જિલ્લાના 4 ગામોના તળાવોની જળસંગ્રહ ક્ષમતા વધારવા જૈન સંસ્થાએ સ્વખર્ચે 4 ગામોના તળાવો દત્તક લીધા છે. જેમાં શેઠ પરિવાર દ્વારા તેમના પુત્રના લગ્નપ્રસંગે આવેલ ચાંદલાની રકમ જેટલી જ રકમ ઉમેરી રૂપિયા 3.76 લાખ જેટલી માતબર રકમથી વરસાદી પાણીના સંગ્રહ વધારવાનું સેવાકાર્ય કરી ઉતમ ઉદાહરણ પુરૂં પાડયું હતું.

- Advertisement -

ભારતીય જૈન સંગઠન (બીજેએસ) દ્વારા સકલ જૈન જલક્રાંતિ અભિયાન અંતર્ગત ભારતભરમાં 125 ગામોમાં તળાવો દતક લઇને તેની કાયાકલ્પ કરવા સાથે-સાથે તળાવોમાંથી નિકળેલા કાંપને ખેડૂતોને આપીને તેના ખેતરોને પણ સમૃધ્ધ કરવાનું અભિયાન ચાલુ કરાયું છે. જે અંતર્ગત બીજેએસના જામનગર યુનિટે જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ અને આરીખાણા તથા જામનગ તાલુકાના ચાંપાબેરાજા અને જાંબુડા ગામે તળાવો ઉંડા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં શેઠ પરિવાર પણ સેવાકાર્યમાં જોડાયું છે.

મનુભાઇ ચુનિલાલ કુરજી શેઠ પરિવારના કવચિત અને દેવકીના શુભલગ્ન તાજેતરમાં યોજાયા હતા. આ શુભલગ્ન સમારોહ દરમ્યાન જે કાઇ પણ ચાંદલો આવે તે રકમમાં એટલી જ રકમ શેઠ પરિવાર ઉમેરી તળાવ ઉંડા ઉતારવા જેવા જળસંચયના કાર્ય માટે વાપરવા નિરધાર કર્યો હતો. જેમાં આ લગ્ન સમારોહમાં રૂપિા 1.88 લાખની રકમ ચાંદલા-ભેટ સ્વરૂપે આવી હતી. જેથી તેટલી જ રકમ શેઠ પરિવાર દ્વારા ઉમેરી કુલ રૂપિયા 3.76 લાખ જેટલી માતબર રકમ બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના તળાવ ઉંડા ઉતારવા જેવા જળસંચયના કાર્ય માટે વાપરવા અર્પણ કરાઇ હતી. જેના થકી એક કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ વધે તેવું કામ થશે. જેનો ગામ લોકોને વર્ષોવર્ષ લાભ મળી રહેશે. શેઠ પરિવારના આ સેવાકાર્યની પરિવારજનો સહિતનાએ પ્રસંશા કરી બિરદાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular