રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ગઈકાલે સાંજે એક બે પાનાનાં સકર્યુલેશનથી રૂા.2000 ની ચલણી નોટો પાછી ખેચવાની જાહેરાત કરીને વ્યાપાર ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં ભૂકંપ જેવા આંચકા આવ્યા પણ આ આંચકો 2016 કરતા ઓછી તીવ્રતાનો હતો અને રૂા.2000 ની ચલણી નોટો 30 સપ્ટેમ્બર 2023 સુધી માન્ય ચલણ રહેશે તેવી જાહેરાત કરતાં જ બજારમાં જબરી અફડાતફડી મચી ગઈ હતી અને એક તરફ લોકો ઘરમાં પણ અગાઉ જે ગુલાબી નોટ જોઈને હરખાતા હતા તેમાં આ નોટનાં નિકાલ માટે બજારમાં દોડયા હતા અને પેટ્રોલ પંપથી લઈ કિરાનાની દુકાન પર ભીડ જોવા મળી હતી. પણ જેમ જેમ વ્યાપાર જગતમાં પણ રૂા.2000 ની ચલણી નોટો બંધ થઈ છે. તેવી માહીતી મળતા જ વેપારીઓ પણ આ ચલણી નોટો સ્વીકારવાનું બંધ કરી દીધુ હતું. તો જેઓને મોટા પેમેન્ટ કરવાના હતા તેઓએ રૂા.2000 ની નોટો બહાર કાઢીને પેમેન્ટમાં મોકલતા તે સ્વીકારવાનો પણ ઈન્કાર થયો હતો.આમ ફરી એક વખત નાણાકીય વ્યવહારને અસર થઈ હતી. દિલ્હીના રીપોર્ટ મુજબ જયાં છૂટક બજારોની મોટી સંખ્યા છે તેવા ચાંદની ચોક અંદર બજાર લાજપત નગર સરોજીની નગર, સહીતના વિસ્તારોમાં લોકો પેમેન્ટમાં રૂા.2000 ના રોજ આપવા લાગતા પરતા આપવા છુટા નથી તેવુ જણાવીને વેપારી વર્ગોએ આડકતરી રીતે આ નોટો સ્વીકારવાનું બંધ કરી દીધુ છે. દિલ્હી વ્યાપાર મહાસંઘનાં અધ્યક્ષ દેવરાજ બળેજાએ દર્શાવ્યું કે વેપારીઓને તેની પાસેની રૂા.2000 ની નોટોનાં નિકાલની ચિંતા છે. સદર બજારની દરેક ગલીઓમાં અફડાતફડી છે.વેપારીઓ સૌથી વધુ પરેશાન છે. તમામ પેમેન્ટ અટકી પડયા છે જેઓ પાસે અન્ય નોટો હતી તે પણ હવે રૂા.2000 ની નોટોનો પ્રથમ નિકાલ કરવા માટે જોર લગાવી રહ્યા છે.
4અનુ. પાના નં. 6 ઉપર
2000ની નોટ વટાવવા ફરી થઇ દોડાદોડી
પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ, કરિયાણાની દુકાનોમાં 2000ની નોટ વટાવવા લોકો પહોંચી ગયા


