Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસાત રસ્તા સર્કલથી ટાઉનહોલ સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ

સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ

વડાપ્રધાનના રાત્રિ રોકાણને લઇ અધિક જિલ્લા મેજીસ્ટે્રટનું જાહેરનામું

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ જામનગર આવી રહ્યા છે અને જામનગર ખાતે રાત્રિ રોકાણ કરનાર છે. જેને લઇ અધિક જિલ્લા મેજીસ્ટે્રટ દ્વારા જાહેરનામુ બહાર પાડી સાત રસ્તા સર્કલથી લાલ બંગલા સર્કલ થઇ ટાઉનહોલ સુધીના માર્ગ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના વૈકલ્પિક રૂટ તરીકે સાત રસ્તા સર્કલથી અંબર ચોકડી તરફનો રસ્તો તથા ટાઉનહોલથી અંબર ચોકડી તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામુ આજરોજ બપોરે 12 વાગ્યાથી આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી અમલમાં રહેશે.

- Advertisement -

જામનગરમાં સોમાવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેઓ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરશે. ઉપરાંત સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરવાના છે. આથી કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ ખેરે સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ સુધીના માર્ગ પર આજરોજ બપોરે 12 કલાથી આવતીકાલે મંગળવારે બપોરે 3 કલાક સુધી તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે.

સાત રસ્તા સર્કલથી અંબર સર્કલ તરફનો રસ્તો તથા ટાઉનહોલથી અંબર સર્કલ તરફના રસ્તાનો વૈકલ્પીક રૂટ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. ઇમરજન્સી સેવામાં રોકાયેલી એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને પીએમના કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો અને ફાયર સર્વિસને એસપીજીના સંકલનમાં રહી જરૂર જણાયે મુકિત આપવાની રહેશે. જાહેરનામાનું ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે તથા તેની સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવશે. પીએમના આગમનના પગલે શહેરનો મહત્વનો માર્ગ વાહનોના આવાગમન માટે પ્રતિબંધીત કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular