જામજોધપુરના બાલવા ફાટકથી સરકારી હોસ્પિટલ થઇ ધ્રાફા ફાટક સુધીનો રસ્તો ખખડધજ હાલતમાં હોય શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તેમજ જાગો પ્રજા જાગો લખેલા બેનર લાગતા આ રોડ ચર્ચાનો મુદો બન્યો છે.
જામજોધપુર શહેરનો મુખ્ય રસ્તો (બાય પાસ ) કે જે રસ્તા પરથી સ્કુલ શહેરની એકમાત્ર સરકારીહોસ્પિટલ માર્કેટિંગયાડે વગેરે જવા માટે નો એક જ રસ્તો છે આ બાયબાસનો રોડ એટલો તો ખખડધજ છે કે જામજોધપુર શહેરની જનતા આ બિસ્માર માર્ગ થી તોબા પોકારી ચુકયા છે અહિ અવાર નવાર અકસ્માતો સર્જાય છે હોસ્પીટલે જતા દર્દીઓ હેરાન પરેશાન છે આ વિસ્તારના પ્રબુધ નાગરિક તેમજ વેપારી અગ્રણી પટેલપ્રફુલભાઈ સીતાપર દ્વારા તંત્રને અનેક વખત રજુઆત કરી છે પણ તંત્ર ગાઠતુ નથીતંત્ર પણ ગોથે ચડ્યું છે કેઆ રસ્તો ક્યાં વિભાગ માં આવે છે તેની તંત્ર ને પણ ખબર નથી ત્યારે આ સરકારી દવાખાના વાળા રોડ ઉપર પટેલ પ્રફૂલભાઈ સીતાપરા દવારા બેનરો લગાવ્યા છે નગર પાલિકા 28 માંથી 27 નગરસેવકો એક જ પક્ષ ના ચુંટીને મોકલ્યાછે. જાગો પ્રજા હવે તો… જાગો આવા બેનરો લગાવવામાં આવતા શહેરભરમાં આરોડ ચર્ચાનો વિષય બન્યો છે.
View this post on Instagram
ત્યારે આ રોડ ઉપરથી પસાર થતા નેતાઓ અધિકારીઓ ને આ રોડ દેખા તો કેમ નથી આરોડ સિમેન્ટનો આર સી સી નાખીને બનાવવો જોઈએ તેવુ જામજોધપુર ની પ્રજા કહી રહી છે, ત્યારે આરોડ બનશે કે તેમનામાટે પ્રજાનઆંદોલન કરવું પડશે. તેમ પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.


