જામનગર સહિત રાજયભરમાં વરસાદની આગાહી ને પગલે ઠેર-ઠેર વરસાદ જામ્યો છે. જામનગર શહેર જિલ્લામાં પણ મેઘરાજાના મુકામ જોવા મળી રહ્યો છે.
ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો વરસાદથી ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેમજ બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. જામનગર જિલ્લાના મોટી બાણુગારમાં બપોરે 2.30 વાગ્યાની આજુ-બાજુ વરસાદ શરૂ થયો હતો. જે 3.5 ઇંચ સુધી પાણી વરસી જતાં રસ્તાઓ નદી બની ગયા હતાં.