Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૨.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૯૬.૬૮ સામે ૫૮૨૧૭.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૬૩૫.૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૦.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪.૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૮૯૨.૦૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૧૭.૩૫ સામે ૧૭૩૭૪.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૧૭.૩૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૯.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૬૬.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી, પરંતુ રશીયા – યુક્રેન વચ્ચે યુદ્વનું ટેન્શન હળવું થયા છતાં હજુ રશીયાના લશ્કરી દળોની પીછેહઠ શરૂ થવા વિશે નાટોએ શંકા વ્યકત કરતાં ગમે તે ઘડીએ પરિસ્થિતિ કોઈપણ તરફ વળી શકવાના જોખમને લઈ આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારોમાં પણ ભારે અફડાતફડીના અંતે સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ નરમાઈ જોવાઈ હતી. પાવર, યુટિલિટીઝ, અને એનર્જી શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વેલ્યુબાઈંગ કર્યું હતું. ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી શેરોમાં પસંદગીના શેરોમાં આકર્ષણ સામે બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર અને આઇટી – ટેક શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં સેન્સેક્સ, નિફટી અફડાતફડીના અંતે ઘટાડા તરફી બંધ રહ્યા હતા.

- Advertisement -

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ યુક્રેન ટેન્શન હળવું થયાના અહેવાલે ઘટી આવ્યા બાદ હજુ રશીયાએ લશ્કરી દળોને પાછા વાળવાનું શરૂ નહીં કર્યાના અને અમેરિકી પ્રમુખ સહિત યુરોપના દેશોના નેતાઓએ રશીયા દ્વારા યુક્રેન પર સૈન્ય હુમલાનું જોખમ યથાવત હોવાના કરેલા નિવેદન વચ્ચે ક્રુડના ભાવ ફરી મજબૂત બની ૯૩ ડોલર નજીક રહ્યા હતા. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા તેઓએ ચાલુ માસમાં ભારતીય શેરબજારમાંથી અંદાજીત રૂ.૧૮૧૫૬.૦૨ કરોડ પાછા ખેંચી લીધા છે. અગાઉ સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ રૂ.૯૧૩.૭૭ કરોડનું રોકાણ કર્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, યુટિલિટીઝ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૯ અને વધનારની સંખ્યા ૧૩૦૩ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૮૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી દિવસોમાં બે સળગતી સમસ્યા છે. એક છે ૨૦૦ અબજ ડોલર અને બીજી છે ૨૦૦ મિલીયન. બંનેમાં આંક ૨૦૦ છે પરંતુ એક અબજ ડોલર છે તો બીજો મિલીયન છે. પ્રથમ નજરેજ બંને આંકડા ચિંતાજનક છે. અહીં ૨૦૦ અબજ ડોલર એ ખાદ્ય છે જ્યારે ૨૦૦ મિલીયન એ બેરોજગારોની સંખ્યા છે. ખાધ ઘટાડવા સરકારે લીધેલા પગલાંની કોઇ અસર પડી નહોતી કેમકે કોવિડના સમયગાળામાં સરકાર સામે વધુ ખર્ચ આવી પડયો હતો. દેશ સામે સૌથી મોટી સમસ્યા બેરોજગારીની બની ગઇ છે. બેરોજગારીથી ઉભી થયેલી નિરાશા પાંચ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓ પર સત્તા વિરોધી વાતાવરણ ઉભું કરી શકે છે. ઉપરાંત વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ આર્થિક તંત્રની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.

વિશ્વભરમાં વધી રહેલા ફુગાવા – મોંઘવારીના આંકને લઈ દરેક દેશો ચિંતિત હોવાની સાથે ક્રુડ ઓઈલમાં સાત વર્ષની ટોચે પહોંચ્યા બાદ હવે યુક્રેન-રશિયા વચ્ચે વકરી રહેલા વિવાદ અને ફેડની વ્યાજદર વધારવાની ચિંતા વચ્ચે ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયા છતાં ક્રુડના ભાવમાં સતત વધારો અને માથે ઉત્તર પ્રદેશ સહિતના રાજયોની ચૂંટણીઓને લઈ સરકાર માટે મોંઘવારીને અંકુશમાં લેવાનું અનિવાર્ય બની ગયું હોઈ વૈશ્વિક મોરચે ફુગાવો – મોંઘવારીની સમસ્યા વધી રહી હોઈ અને કોરોના – ઓમિક્રોનના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડી રહી હોઈ અને યુક્રેન-રશિયા વચ્ચે વકરી રહેલા વિવાદે વૈશ્વિક તંગદિલી વધતા અનિશ્ચિત્તાના માહોલમાં વૈશ્વિક બજારોમાં હાલ સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં રહીને બ્રેન્ટ ૯૩ ડોલરની સપાટી પાર કરી ગયા છે. રશીયા-યુક્રેન વચ્ચે ટેન્શન ફરી વધતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ જોખમી પરિબળ બન્યું છે. આ જોખમી પરિબળો વચ્ચે આગામી દિવસોમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ટુંક સમયમાં વ્યાજ દરમાં વધારો કરાશે જેની ભારતીય શેરબજાર પર પ્રતિકુળ અસર જોવા મળશે.

તા.૧૮.૦૨.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૭.૦૨.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૨૬૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચ

ર ૧૭૦૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૭૦૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૩૦૩ પોઈન્ટ થી ૧૭૩૭૩ પોઈન્ટ ૧૭૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૦૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૭.૦૨.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૪૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૭૩૭ પોઈન્ટના પ્રથમ અને ૩૭૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૩૭૩ પોઈન્ટ થી ૩૭૨૭૨ પોઈન્ટ, ૩૭૧૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૬૦૩ ) :- રિયલ્ટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૬૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૧૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૦૮ થી રૂ.૧૨૧૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૨૭ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૮૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૬૧ ) :- કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૮ થી રૂ.૮૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૩૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૬૭૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક 2/3 વ્હીલર્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૬ થી રૂ.૬૯૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૯૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૭ થી રૂ.૧૮૭૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૫૦૧ ) :- રૂ.૧૫૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૪૪૩ ) :- ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૩૦ થી રૂ.૧૪૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૮૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૭૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૩૮ થી રૂ.૮૨૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લુપિન લિમિટેડ ( ૭૭૦ ) :- રૂ.૭૮૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૫૭ થી રૂ.૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular