રાજસ્થાનના ભીલવાડા શહેરના સુભાષ નગર વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટમાં એક ટેમ્પો ચાલકે મહિલાને કચડી નાખતા તેણીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતમાં મહિલાનું માથું કચડાઈ ગયું. પોસ્ટમોર્ટમ બાદ મૃતકના પરિજનો ફરીથી મૃતદેહને એપીએમસીમાં લઇ ગયા હતા. અને હોબાળો મચી ગયો હતો. બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોચી મામલો શાંત પાડ્યો હતો.
#Rajasthan #CCTV #news #Khabargujarat
રીવર્સ આવી રહેલા ટેમ્પોએ મહિલાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
ઘટના રાજસ્થાનના ભીલવાડાના એપીએમસી માર્કેટની pic.twitter.com/wfSAkKXczW
— Khabar Gujarat (@khabargujarat) February 15, 2022
આ ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ટક્કર માર્યા પછી મહિલાના માથા ઉપર ટેમ્પોનું ટાયર ફરી વળે છે. ટેમ્પાએ મહિલાને ટક્કર માર્યા પછી પણ તે રોકાયો નહીં અને મહિલાના માથાને કચડીને આગળ નીકળી ગયો હતો.