Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયUAEમાં રમાશે IPLની બાકીની મેચ

UAEમાં રમાશે IPLની બાકીની મેચ

- Advertisement -

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ખાસ સામાન્ય સભામાં નિર્ણય લેવાયો કે IPL-2021ની બાકીની મેચોનું આયોજન UAEમાં કરાશે. BCCIના વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુકલાએ આ અંગેની માહિતી આપી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે IPL 2021ની બીજા તબક્કાની મેચોનું આયોજન યુએઇમાં થવાની પહેલેથી સંભાવના વ્યકત કરાઇ હતી. કોરોનાના લીધે આઇપીએલ 2021ને 4 મેના રોજ સસ્પેન્ડ કરી દેવાઇ હતી. પહેલાં તબક્કામાં 29 મેચ રમાઇ હતી. બાકીની ૩1 મેય હવે સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે.

સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખરાબ હવામાનની આશંકાને જોતા બીસીસીઆઈએ યુએઇમાં આ ટી20 લીગને શિક્ટ કરવાનો નિર્ણય લીધો. IPL 2021ની બાકીની મેચોનું આયોજન 19 કે 20 સપ્ટેમ્બરથી થઇ શકે છે. ફાઇનલ મેચ યુએઇમાં 10 ઓક્ટોબરના રોજ રમાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular