Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવનવિભાગના બાહોશ મહિલા અધિકારીને સોંપવામાં આવી હોસ્પિટલની જવાબદારી

વનવિભાગના બાહોશ મહિલા અધિકારીને સોંપવામાં આવી હોસ્પિટલની જવાબદારી

કલેકટરે યોજેલી બેઠકમાં જુદા-જુદા અધિકારીઓને જુદી-જુદી જવાબદારી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને અનુલક્ષીને જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે ગઇસાંજે યોજેલી એક અગત્યની બેઠકમાં જિલ્લાના જુદા-જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને કોરોના સંક્રમણ સંદર્ભે તંત્રીની કામગીરી પર ચાંપતી નજર રાખવા માટે ખાસ નોડલ અધિકારીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જામનગર ફોરેસ્ટ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી આર.બી.પરસાણાને જી.જી.કોવિડ હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે.તેઓ હોસ્પિટલની કલિનિકલ બાબતોની સમિક્ષા કરશે.

- Advertisement -

દરમિયાન મેડમ પરસાણાએ આજે સવારે જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગની મુલકાત લીધી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી તબિબો તેમજ અધિકારીઓ સાથે દર્દીઓની સુવિધા તેમજ ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી સમિક્ષા પણ કરી હતી. છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરમાં કોરોનાનું સંક્રમણ નવી રેકોર્ડ ઉંચાઇ તરફ ગતી કરી રહ્યું છે ત્યારે કોવિડ હોસ્પિટલના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવા સમયે વનવિભાગના આ યુવા અધિકારીને હોસ્પિટલની ખુબ જ અગત્યની અને ગંભીર જવાબદારી સોંપવામાં આવી છે. તેમની પાસેથી પરિણામલક્ષી કામગીરીની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ત્યારે જે રીતે તેઓ કાર્ય કરી રહ્યા છે તે જોતા દર્દીઓની સુવિધાઓમાં ચોકકસ વધારો થશે તેવું જણાઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular