Monday, December 23, 2024
Homeરાજ્યકોંગ્રેસના બળવાખોર ઉમેદવાર બસપામાં ભળી ભાજપાના ટેકાથી પ્રમુખ બન્યા

કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર બસપામાં ભળી ભાજપાના ટેકાથી પ્રમુખ બન્યા

- Advertisement -

જામજોધપુર તાલુકા પંચાયતની હાલમાં યોજાયેલી 18 બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસને 9, બસપાને 2 અને ભાજપાને 7 બેઠક મળી હતી. આજે તાલુકા પંચાયતના પ્રમુખની દાવેદારીમાં કોંગ્રેસના બળવાખોર ઉમેદવારે બસપામાં ભળી જઈ ભાજપાના ટેકાથી પ્રમુખ બની ગયા છે.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ, હાલમાં જ ગુજરાત રાજયમાં તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને 9 બેઠક, બસપાને 2 બેઠક અને ભાજપાને 7 બેઠક મળી હતી. આજે આ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવાની હોય ત્યારે કોંગ્રેસના અસંતુષ ઉમેદવાર ભાવનાબેન સાકરિયા બહુજન સમાજ પાર્ટીમાં ભળી ગયા હતાં અને ભાજપાના ટેકાથી તાલુકા પંચાયતના પ્રમુખ બની ગયા હતાં. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપાના દેવાભાઈ પરમારની વરણી થઈ હતી તેમજ જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસના હેમંત ખવાની ટીકીટ કપાતા આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારને ખેરવીને બહુજન સમાજ પાર્ટીમાં ભેળવી કોંગ્રેસની જીતની બાજી હારમાં પલ્ટાવી દીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular