Sunday, December 22, 2024
Homeમનોરંજનતારક મહેતામાં દયાબેનના પરત આવવાને લઇને પ્રોડયુસરે કર્યો ખુલ્લાસો

તારક મહેતામાં દયાબેનના પરત આવવાને લઇને પ્રોડયુસરે કર્યો ખુલ્લાસો

- Advertisement -

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં દયાબેનના પરત આવવાને લઇને તેના ફેન્સ અવાર નવાર પૂછતા હોય છે. શો ના પ્રોડ્યુસર અસિત મોદી પણ આ વાતને લઇને અનેક વખત ખુલ્લાસો કરી ચુક્યા છે. અસીત મોદીએ આ અગાઉ પણ કહ્યું હતું કે દયાનું પાત્ર ભજવનાર દિશા વાકાણી જો શો માં પરત આવવા ન માંગે તો તેની જગ્યાએ અન્ય કોઈને રાખવામાં આવશે.

- Advertisement -

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં શો પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું કે, “મને લાગે છે કે હવે મારે જ દયાબેન બની જવું જોઈશે. તેણીના કમબેકને લઇને ઘણા સમયથી સવાલો ચાલી રહ્યા છે. જો દિશા વાકાણી શો છોડવા માંગે તો નવા દયાબેન સાથે શો ને આગળ વધારવામાં આવશે. પરંતુ હાલ મને લાગે છે કે દયાબેનના કમબેક અને પોપટલાલના લગ્ન જરૂરી નથી. આ મહામારીમાં અનેક સમસ્યાઓ છે અને મને લાગે છે કે આ બધી બાબતોમાં રાહ જોઈ શકાય છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે અમે સુરક્ષા અને કોવીડ પ્રોટોકોલ સાથે શુટિંગ ચાલુ રાખવા બાબતે વિચારી રહ્યા છીએ. જેથી કરીને લોકોની આજીવિકા પર કોઈ અસર ન પડે.

આ ઉપરાંત એવી પણ ચર્ચાઓ થઇ રહી હતી કે કોરોનાની મહામારીના પરિણામે શૂટનું લોકેશન બદલાવવામાં આવશે. તેને લઇને પ્રોડ્યુસરે ખુલ્લાસો કરતા કહ્યું છે કે અપકમિંગ એપિસોડનું શુટિંગ થઇ ગયું છે. માટે અમારે શુટિંગ માટે અન્ય કોઈ જગ્યાએ જવાની જરૂર પડી રહી નથી. રહી વાત મુંબઈ બહાર જવાની તો અમારે તે જરૂર નથી કારણકે પહેલાથી જ ઘણા એપિસોડ પડ્યા છે. માટે અમે બીજા શહેરમાં શુટિંગ કર્યું નથી. તેમજ આ મહામારી વચ્ચે સમગ્ર ટીમ સાથે બહાર જવું પણ એટલું સરળ નથી. અસિતે  વધુમાં કહ્યું હતું કે બાયો બબલ ફોર્મેટ પણ ખૂબ અસરકારક છે, જો અમને આ માટે પરવાનગી મળે તો હું તે ફોર્મેટમાં પણ કામ કરવા માંગું છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular