પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદીરમાં ભક્તો માટે સુવિધા વધારવા માટે અને મંદિરની શોભામાં વધારો લાવવા માટે 20 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 80 કરોડના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે. પાર્વતી મંદિરનું પણ 20 તારીખના રોજ લોકાર્પણ કરવામાં આવશે જેમાં 30 કરોડના ખર્ચે વિકાસકામો કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રેહશે. આ તકે પ્રધાનમંત્રી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા થયેલ 4 વિકસાત્મક કાર્યોનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. પાસે સમુદ્ર દર્શન માટે 49 કરોડ ના ખર્ચે વોક વે પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી હવે શ્રદ્ધાળુઓ મંદિરે આવશે તો તે વોક વે પરથી દરિયાને નિહાળી શકશે.
સાથેજ અહીયા સોમનાથ તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવીનું મંદિર આવેલું છે. તે મંદિરનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે.જેનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત ઘન કચરાનો નિકાલ કરતો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
સોમનાથ કલાકેન્દ્રમાં બનેલા પૌરાણિક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. આમ કુલ 80 કરોડથી વધુના ખર્ચે બનનાર પ્રોજેકટનું આગામી 20 ઓગસ્ટે પીએમ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.