Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદાંડી યાત્રામાં પ્રધાનમંત્રી પણ ચાલશે

દાંડી યાત્રામાં પ્રધાનમંત્રી પણ ચાલશે

1930માં જોડાયેલા દાંડી યાત્રિકોના પરિવારજનોને ખાસ આમંત્રણ : યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે

- Advertisement -

દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ તા.12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને તેનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે. વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે.

- Advertisement -

આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી. તેના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની જે સમાધી ‘અક્ષર ઘાટ’ છે, ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા મૂળ દાંડીયાત્રામાં જેઓએ ભાગ લીધો હતો. તેમના કુટુંબીજનોને ખાસ હાજરી આપવા જણાવશે. ત્યારે તેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહેશે. આ માટેની તડામાર તૈયારીઓ શરુ થઈ છે. મોદી હાલમાં જ કેવડીયા કોલોની ખાતે જોઈન્ટ કમાન્ડની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. આ માસમાં તેમની બીજી ગુજરાત મુલાકાત હશે. દેશની આઝાદી અને મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા અમદાવાદના સાબરમતી આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ પ્રારંભ કરવા નિર્ણય લીધો છે જે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણક્ષના અધ્યક્ષસ્થાને એક કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજયસભાના સાંસદ નરહરી અમીન, સાંસદ કિરીટ સોલંકી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ગાંધી વિચારધારાના મહાનુભાવો ગાંધી આશ્રમના સંચાલકો, ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પો.ના તથા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પો.ના અધિકારીઓને સામેલ કરાયા છે. મુખ્ય ગણતંત્ર કમીટી ઉપરાંત રાજયના મુખ્ય સચિવના અધ્યક્ષતામાં એકઝીકયુટીવ કાઉન્સીલ અને અમદાવાદ મ્યુ. કમિશ્ર્નરની અધ્યક્ષતામાં એક અમલીકરણ સમીતીની પણ રચના થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular