Tuesday, January 13, 2026
Homeસમાચારરાષ્ટ્રીયપ્રધાનમંત્રીએ લીધો બીજો ડોઝ

પ્રધાનમંત્રીએ લીધો બીજો ડોઝ

પ્રધાનમંત્રીની અપીલ, તરત જ વેકિસન મુકાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વહેલી સવારે દિલ્હી એઇમ્સ પહોંચ્યા હતા અને કોરોના વેક્સિનનો બીજો ડોઝ મુકાવ્યો હતો. એઇમ્સ નવી દિલ્હીમાં વહેલી સવારે તેમણે કોવેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. પહેલો ડોઝ 1 માર્ચે લીધો હતો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી વખતે તેમણે અન્ય લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી. તેમણે લખ્યું, ’વેક્સિનેશન એ કેટલીક રીતોમાંનું એક છે, જેના દ્વારા કોરોનાને પરાજિત કરી શકાય છે, તેથી જો તમે વેક્સિન લેવા માટેની પાત્રતા પૂર્ણ કરો છો, તો તરત જ વેક્સિન મુકાવો. વડાપ્રધાન મોદીએ પ્રથમ ડોઝ લગાવ્યાના 37 દિવસ બાદ આજે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular