Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઆટકોટમાં મીની એઇમ્સ સમાન હોસ્પિટલનું પ્રધાનમંત્રીએ કર્યું લોકાર્પણ

આટકોટમાં મીની એઇમ્સ સમાન હોસ્પિટલનું પ્રધાનમંત્રીએ કર્યું લોકાર્પણ

સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સબળ બનશે-મોદી : આજે સાંજે કલોલમાં પ્રધાનમંત્રી યુરિયા પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. સૌ પ્રથમ તેમણે રાજકોટના આટકોટ ખાતે નવ-નિર્મિત માતોશ્રી કેડીપી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને હોસ્પિટલ પરિસરનું નિરિક્ષણ કર્યું હતું.વડાપ્રધાનના સંબોધન પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને આવકાર્યા હતા અને તેમને સુશાસનના પ્રણેતા ગણાવ્યા હતા.

- Advertisement -

આ તકે મોદીએ જણાવ્યું હતું કે, ખુશી છે આજરાજો માતુશ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકા મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, 6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર આ ફક્ત આકડા નથી પણ ગરીબની ગરીમા સુનિશ્ચિત કરવાનું અમારૂ પ્રમાણ છે. 2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 30 મેડિકલ કોલેજ આપી છે. નવી પેઢીને કહેજો આપણે આ કરી બતાવ્યું છે.

હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા ડો.ભરત બોઘરાએ એક એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી. બાદમાં સભાસ્થળે પહોંચતા કિર્તીદાને મોદીજી ભલે પધાર્યાના ગીત સાથે સ્વાગત કર્યું હતું. મોદીએ સ્ટેજ પરથી હાથ ઊંચો કરી જનમેદનીનો આવકાર ઝીલ્યો હતો. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું હતું. સાંજના સમયે વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે સહકાર સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત કલોલ ખાતે નેનો યુરિયા પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવાના છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એકજ દિવસમાં ગુજરાતમાં જુદા-જુદા ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. જયારે રાત્રે દિલ્હી રવાના થશે. ખાસ કરીને તેમની આ મુલાકાત મિશન સૌરાષ્ટના ભાગરૂપે જોવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular