પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આર્થિક ક્ષેત્રો સાથે બહુસ્તરીય જોડાણ માટે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના લોંચ કરી છે. ગતિ શક્તિ યોજના અંતર્ગત એક વેબસાઇટ લોન્ચ થશે જેમાં કેન્દ્ર સરકારની વર્ષ 2024-25 સુધીની બધી મોટી યોજનાઓની પૂરી જાણકારી હશે. દરેક પ્રોજેક્ટનું સ્થાન, તેનો ખર્ચ, પરિયોજના તૈયાર થવાની તારીખ, તેના ફાયદા અને ખતરા, આ બધી જાણકારી વેબસાઇટ પર મુકવામાં આવશે.
આ અંતર્ગત શરૂઆતમાં આવા 16 મંત્રાલયો છે જે મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ-કાજ સંભાળે છે. જેમાં રેલવે, માર્ગ પરિવહન, જહાજ, IT, કાપડ, પેટ્રોલિયમ, ઉર્જા, ઉડ્ડયન જેવા મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ મંત્રાલયોના તમામ ચાલુ પ્રોજેક્ટ્સ અથવા 2024-25 સુધીમાં પૂર્ણ થવાની યોજનાઓને ગતિ શક્તિ હેઠળ GIS (Geographic Information System)મોડ પર મૂકવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદીએ આજે ‘ગતિ શક્તિ યોજના’ નો શુભારંભ કર્યો છે. પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન યોજના 100 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજના છે અને પરિણામે દેશમાં જ લાખો યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. અધિકારીએ કહ્યું કે તે અસંબંધિત યોજનાઓની સમસ્યા, માનકીકરણનો અભાવ, મંજૂરીઓના મુદ્દાઓ અને સમયસર બાંધકામ અને ક્ષમતાના મહત્તમ ઉપયોગને દૂર કરશે. ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત જિયો-ઇન્ફોર્મેટિક્સ દ્વારા પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ આજથી આ યોજનાનો શુભારંભ કરાવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે અ યોજનાના પરિણામે સરકારી વિભાગમાં હવેથી સંકલન જોવા મળશે. સ્થાનિક ઉત્પાદનોને પ્રોતસાહન મળશે. તેમજ દેશમાં થનારા તમામ કામના સ્થળ, ખર્ચ, પરિયોજનાઓની માહિતી ગતી શક્તિ યોજના અંર્તગત જે વેબસાઈટ તૈયાર થઇ છે તેમાં કેન્દ્રની 2024-25 સુધીની તમામ યોજનાની જાણકારી હશે. યોજનાના પરિણામે દેશનું ડીજીટલ પ્લેટફોર્મ મજબુત બનશે. ઉદ્યોગોની કાર્યક્ષમતામાં વધારો થશે અને રોજગારીની નવી તકોનું સર્જન થશે. અને હવે કોઈપણ પરિયોજનાઓમાં મોડું નહી થાય.