જામનગર શહેરના દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તથ જિજલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે શહેર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને 79 દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યમાં દિવ્યેશભાઈ અકબરી સહીતના મહાનુભાવોઓએ કૃતિઓ નિહાળી હતી. જેમાં ઉત્કર્ષ પબ્લિક સ્કૂલના ધોરણ-3ના વિદ્યાર્થીઓ છે. ચાવડા અનિકેત અને લેયા શ્યામે વિભાગ-03 માં હરિત ઉર્જા, ગ્રીન એનર્જીમાં બાયોમાસ ઉર્જા મોડેલ’ તૈયાર કરવામાં શાળાના શિક્ષક દોમડીયા નિરાલીબેન તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. અને શહેર કક્ષાએ દ્વિતિય નંબર પ્રાપ્ત કરી શાળાનું તેમજ શહેરનું ગૌરવ વધારવા બદલ ટ્રસ્ટી ગણ તેમજ પ્રિન્સીપાલ ઉમેશભાઈ કોડીનારીયા એ શુભેચ્છા પાઠવી હતી.


