જામનગર જિલ્લાના ખીજડીયા-રવાણી ગામમાંથી ઊભરેલો ઉદયભાન આજે માત્ર એક અશ્વ નથી રહ્યો પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને પ્રેરણાનું જીવંત પ્રતિક બની ગયો છે. 17 માસનો પોતાની અદ્ભુત દોડ ગર્વભેર ચાલ અને તેજસ્વી ઉપસ્થિતિથી તેણે રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત અશ્વ હરીફાઈઓમાં પ્રથમ રનર્સઅપ બનીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા વિવિધ રાજ્યોમાં યોજાયેલી હરીફાઈઓમાં ઉધયભાનના ઉત્કૃષ્ટ પ્રદર્શનએ તેને વિશેષ ઓળખ અપાવી છે. તેની અંદર રહેલી શક્તિ શૌર્ય અને સમજદારી તેને સામાન્ય અશ્વોથી અલગ બનાવે છે મારવાડી જાતિનો આ અશ્વ ગર્વભેર ચાલતો હોય ત્યારે જાણે સંસ્કૃતિ જીવંત થઈ ઊઠે છે.
આ ગૌરવસભર સફરની પાછળ ખીજડીયા-રવાણી ગામના ભાવનાબેન કારીયા પરીવારનો અદમ્ય પરિશ્રમ અને સમર્પણ રહેલું છે. છેલ્લા દસ વર્ષથી તેઓ અશ્વ પાલનમાં જોડાયેલા છે અને તેમના રાજલ સ્ટંડ ફાર્મ પર હાલમાં કુલ 13 અશ્વોની સંભાળ રાખે છે જેમાં 3 કાઠિયાવાડી અને 10 મારવાડી અશ્વનો સમાવેશ થાય છે દરેક અશ્વ માટે વિશેષ વ્યવસ્થા અલગ નિવાસ અને દિન પ્રતિદિન કલાકો સુધીની માવજત કરવામાં આવે છે ઉદયભાનની સિદ્ધિ પાછળ સતત તાલીમ શિસ્તબદ્ધ સંભાળ અને રોજના 8 કલાકથી વધુ સમયનો ફાળો છે અશ્વની તંદુરસ્તી ગતિ શરીર રચના કાનની વક્રતા ઊંચાઈ અને પ્રસ્તુતિ જેવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તેની તૈયારી કરવામાં આવે છે.
તાજેતરમાં 27 માર્ચે નાસિક ખાતે યોજાયેલી નાસિક ઈકવાઈન ફિએસ્ટામાં દેશભરના પંજાબ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર અને દક્ષિણ ભારતમાંથી 80થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો. જેમાં 22 અશ્વોએ અદંત કેટેગરીમાં સ્પર્ધા કરી હતી અને તેમાં ઉદયભાન પ્રથમ રનર અપ બન્યો જે તેની ક્ષમતાનો જીવંત પુરાવો છે ભાવનાબેન કારીયા અને તેમના પરિવાર માટે આ સિદ્ધિ ગૌરવની ક્ષણ છે તેમના અશ્વોએ અગાઉ પણ અનેક હરીફાઈઓમાં વિજય મેળવ્યો છે જે તેમની અનુભવી દૃષ્ટિ અને અખંડ મહેનત દર્શાવે છે હવે ઉધયભાનનું આગળનું લક્ષ્ય વધુ વિશાળ છે એટલે કે પુષ્કર ઇન્ટરનેશનલ હોર્સ હરીફાઈ જ્યાં તે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા સાબિત કરવા તૈયાર છે.
View this post on Instagram
ઉદયભાન આજે જામનગરનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ બની ગયો છે એક એવો દૂત જે પોતાની દોડ સાથે પરંપરા સંસ્કૃતિ અને સફળતાની નવી ગાથા લખી રહ્યો છે.
રાજલ સ્ટેન્ડ ફાર્મમાં એક એવો અનોખો કાઠિયાવાડી વછેરો પણ છે જે દેશભરમાં ભાગ્યે જ જોવા મળે છે આ અશ્વનો રંગ ક્રિમેલો છે એટલે કે સફેદ અને ગોલ્ડન શાઇન ધરાવતો અત્યંત દુર્લભ રંગ તેની ત્વચા સફેદ હોવા છતાં તડકામાં ગોલ્ડન ચમક સાથે ઝળહળી ઊઠે છે તેની આંખોમાં સફેદ અને ભૂરા શેડનું અનોખું સંયોજન જોવા મળે છે અને આ અશ્વ સાઇનિંગ અસર સાથે દેખાય છે જે તેને વિશેષ આકર્ષક બનાવે છે તુર્કિસ્તાન વિસ્તારમાં આવા અશ્વો સામાન્ય રીતે જોવા મળે છે પરંતુ ભારતમાં આ અત્યંત દુર્લભ છે આ વિશેષ અશ્વ માટે અલગ બોક્સમાં ખાસ સંભાળ રાખવામાં આવે છે અને તે આજે રાજલ સ્ટેન્ડ ફાર્મની અનોખી ઓળખ બની ચૂક્યો છે.


