સંસદના બજેટ સત્રનો બીજો તબ્બકોઆજથી શરૂ થઈ ગયો છે. રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઇને વિપક્ષો તરફથી હંગામો મચી ગયો હતો. જે બાદ રાજ્યસભાની કાર્યવાહી 01 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.
સવારે 11 વાગ્યા પછી ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે ચર્ચા કરવા મક્કમ હતી. જો કે, ડેપ્યુટી ચેરમેને આ ચર્ચાને નકારી હતી. રાજ્યસભા બાદમાં 1 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.
વિપક્ષે ગૃહમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને સિલિન્ડરના ભાવ સાતમા આસમાન પર છે, આવી સ્થિતિમાં ગરીબોને તે ખૂબ મુશ્કેલ લાગે છે. આ દેશવ્યાપી મુદ્દો છે, આ સ્થિતિમાં સરકારે તાત્કાલિક તેની ચર્ચા કરવી જોઈએ. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આખો દેશ સંકટમાં છે, સરકારે આવી સ્થિતિમાં કોઈ સમાધાન શોધી કાઢવું જોઈએ.
કોંગ્રેસના સાંસદો વતી, રાજ્યસભાની સાથે લોકસભામાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા પર રોક લગાવવાની માંગણી કરવામાં આવી છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં મનીષ તિવારીએ ગૃહની કાર્યવાહી મુલતવી રાખવાની દરખાસ્ત કરી છે અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર ચર્ચા કરવાની માંગ કરી છે.
આખરે સંસદમાં ‘આગ’ લગાડતી પેટ્રોલ-ડીઝલની મોંઘવારી
વિપક્ષ ઇચ્છે છે ચર્ચા, હંગામાને કારણે પ્રથમ દિવસે જ રાજયસભાની કાર્યવાહી એક વાગ્યા સુધી સ્થગિત