Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહા, સાત વર્ષમાં રાંધણગેસનો ભાવ ડબલ થઇ ગયો છે: સરકાર

હા, સાત વર્ષમાં રાંધણગેસનો ભાવ ડબલ થઇ ગયો છે: સરકાર

ગરીબોને રાશનકાર્ડ પર મળતાં કેરોસીનનો ભાવ પ્રતિ લિટરે રૂા.35.35

- Advertisement -

રાંધણગેસના ભાવ છેલ્લાં 7 વર્ષમાં બમણા થઈને સિલિન્ડર દીઠ 819 રૂપિયા પર પહોંચ્યા છે. જ્યારે પેટ્રોલ-ડીઝલ પરની કરની આવકમાં લગભગ 459%નો વધારો થયો હોવાનું પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે સંસદમાં જણાવ્યું હતું. એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે 1 માર્ચ 2014ના રોજ રાંધણગેસના સિલિન્ડરનો ભાવ 410 રૂપિયા હતો જે આજે 819 છે.

- Advertisement -

થોડાં વર્ષો દરમિયાન નાનો-નાનો ભાવવધારો અને સબસિડી હટાવવાને કારણે રાંધણગેસ અને કેરોસીનના ભાવમાં વધારો થયો હોવાનું તેમણે કહ્યું હતું. ડિસેમ્બર 2020માં સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા હતો. માર્ચ 2021માં 819 પર પહોંચ્યો છે. પીડીએસ મારફતે ગરીબો માટે વેચાતા કેરોસીનનો ભાવ પણ બમણાથી વધુ થઈ ગયો છે. માર્ચ 2014માં લિટરદીઠ કેરોસીનનો ભાવ રૂપિયા 14.96 હતો તે માર્ચ 2021માં લિટર દીઠ રૂ. 35.35 થયો છે.

પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ ઓલટાઈમ હાઈ છે. દરેક રાજ્યના સ્થાનિક કર પ્રમાણે લિટરદીઠ પેટ્રોલનો ભાવ રૂ. 91.17 અને ડીઝલનો ભાવ 81.47ની આસપાસ ચાલી રહ્યો છે. 2013માં પેટ્રોલ-ડીઝલ દ્વારા થયેલી કરની આવક રૂ.52537 કરોડ હતી જે વધીને 2019-20માં 2.13 લાખ કરોડ પર પહોંચી છે. છેલ્લા 11 મહિના દરમિયાન આ આવક વધીને રૂ. 2.94 લાખ કરોડ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular