Saturday, December 21, 2024
Homeબિઝનેસરિઝર્વ બેંક દ્વારા સ્ટીમ્યુલસ રૂપી પગલાં જાહેર કરતાં પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં...

રિઝર્વ બેંક દ્વારા સ્ટીમ્યુલસ રૂપી પગલાં જાહેર કરતાં પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૫.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૯૪૯.૭૬ સામે ૪૯૧૬૯.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૦૩૬.૩૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૧.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૬.૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૨૦૬.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૬૯.૯૫ સામે ૧૪૮૩૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૦૩.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૬૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોનાની અત્યંત ઘાતક નીવડી રહેલી બીજી લહેરના પરિણામે દેશભરમાં મોટાભાગના રાજયોમાં લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ અને હવે દેશવ્યાપી લોકડાઉન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થવાની અટકળો વચ્ચે દેશમાં બેરોજગારી મોટાપાયે વધવાના એંધાણે અને કોરાનાને અંકુશમાં લેવા વેક્સિનેશનને વેગ આપવાની આવશ્યકતાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જંગી રૂ.૫૦,૦૦૦ કરોડના સ્ટીમ્યુલસ રૂપી સિસ્ટમમાં પ્રવાહિતા ઊભી કરવાના પગલાં જાહેર કરતાં આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ જોવા મળી હતી.

- Advertisement -

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશમાં વેક્સિનના ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે ફાર્મા કંપનીઓને જરૂરી ફંડિંગ કરવા બેન્કોને આ માટે પ્રવાહિતા ઉપલબ્ધ કરવાનું જાહેર કરતાં અને ફાર્મા ક્ષેત્રે દવાઓના ઉત્પાદન માટે પણ પ્રવાહિતા ઉપલબ્ધ કરાવવાના પગલાં જાહેર કર્યાની પોઝિટીવ અસર આજે બજાર પર થઈ હતી. હવે આગામી દિવસોમાં કેન્દ્રિય નાણા મંત્રાલય દ્વારા ઉદ્યોગો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરે એવી બતાવાતી શકયતાએ ફંડોએ આજે મેટલ, બેઝિક મટિરિયલ્સ અને ટેલિકોમ શેરોની આગેવાનીમાં અફડાતફડીના અંતે તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, આઇટી, કેપિટલ ગુડ્સ અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૧૨ અને વધનારની સંખ્યા ૧૬૯૮ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ચોથા ત્રિમાસિક અને પૂર્ણ નાણાકીય વર્ષના પરિણામોની સીઝનમાં અનેક કંપનીઓની કામગીરીમાં જોવાયેલા સુધારાના પરિણામે ફંડોએ આ પરિણામોની અપેક્ષાએ શેરોમાં તેજી કરી છે. કોરોના સંક્રમણની બીજી લહેર વધુ ખતરનાક નીવડી દેશભરમાં આ મહામારીએ આતંક મચાવ્યો હોઈ આર્થિક મોરચે આગામી દિવસોમાં ફરી માઠાં પરિણામોની શકયતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શકયતા જોવાઈ રહી છે.

મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસ્તીને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે. ચાલુ સપ્તાહે પણ ફંડો-દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.

તા.૧૦.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૭.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૮૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૯૭૯ પોઈન્ટના પ્રથમ અને ૧૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૮૦૮ પોઈન્ટ થી ૧૪૭૩૭ પોઈન્ટ ૧૪૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૭.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૦૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૩૬૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૮૦૮ પોઈન્ટ થી ૩૨૬૭૬ પોઈન્ટ, ૩૨૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૬૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૮૨૨ ) :- સ્પેશિયાલીટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૨૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૨૪૮ ) :- રૂ.૧૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૭ ના બીજા સપોર્ટથી રિયલ્ટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૬૮૨ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિંદાલ સ્ટીલ ( ૪૭૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૯૪ થી રૂ.૫૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૦૫ ) :- રૂ.૧૦૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૮૮ થી રૂ.૯૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૭૪ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૦ થી રૂ.૯૪૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૪૪ થી રૂ.૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૩૭ ) :- ૫૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૫૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૨૩ થી રૂ.૫૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular