તાજેતરમાં જાહેર થયેલ ધો. 10નું પરિણામ કંગાળ આવ્યું હોય, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ટકાવારી ઉંચી આવે તે માટે કામગીરી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું છે કે, ધો. 10નું બોર્ડનું પરિણામ 65.18 ટકા આવ્યું છે. જે ખૂબ જ કંગાળ છે. રાજ્ય સરકાર અન્ય યોજનાઓની જેમ શિક્ષણને મહત્વ આપી ન હોવાથી અને શિક્ષકોને પોતાની મુળ ફરજોને અન્ય કાર્યક્રમોને વધુ કામગીરી સોંપવામાં આવે છે. જેથી શિક્ષકો શિક્ષણને બદલે અન્ય પ્રવૃત્તિઓમાં રોકાયેલા રહે છે. જેના કારણે ધો. 10નું કંટાળ પરિણામ જોવા મળ્યું છે. જામનગર જિલ્લામાં સાત શાળાઓનું પરિણામ 0 ટકા તથા 24 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. જ્યારે દ્વારકા જિલ્લામાં 3 શાળાઓનું 0 ટકા અને 17 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. ગતવર્ષે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ટીવી, મોબાઇલ કનેટીવીટી સહિતની સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી હતી. જેના પરિણામે પરિણામ કંગાળ આવ્યું છે. આથી સમગ્ર રાજ્યની ટકાવારી ઉંચી આવે તે માટે કામગીરી કરવા માગણી કરાઇ છે.